આટલા મોટા ઘરમાં રહે છે ગુજરાતી સમાજસેવક ખજૂરભાઈ,ઘરની અંદર ના ફોટા જોઈને થોડીકવાર તમે પણ…

0
163

ગરીબ પરિવારની મદદે પહોંચનાર ગુજરાત નો સાચો હીરો નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ નું નામ પુરા સન્માન થી દરેક ગુજરાતીઓના મોઢા પર આવી ગયેલું છે. નીતિન જાની અત્યાર સુધી ઘણા લોકોની આર્થિક મદદ કરીને માનવતાનું સાચું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પહેલા નીતિન જાની એ 161 જેટલા વાવાઝોડામાં પડી ગયેલા નવા ઘર બનાવ્યા હતા અને હાલમાં ફરી એવા લોકો જેમની આગળ પાછળ કોઈ નથી એવા 20 જેટલા વૃદ્ધો ને નવા ઘર બનાવી આપી ને સાચી સેવાનું કામ કરી રહ્યા છે.બહુ ઓછા લોકો હશે જે તેમના જીવનની અંગત વાતો વિષે જાણતા હશે. આજે અમે તમને ખજુરભાઈના જીવનની એવી વાતો જણાવવાના છીએ જે તમે ક્યારેય કોઇના મોઢે સાંભળી પણ નહિ હોય.

નીતિન જાની નું મૂળ વતન ભાવનગર જીલ્લો છે પણ તેમનો જન્મ સુરત જિલ્લામાં થયો છે. આપને જણાવી દઇએ કે તેમને પોતાનો અભ્યાસ પૂરો કરીને એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં નોકરી કરી હતી. તેમને બાળપણથી જ ફિલ્મલાઈનમાં રસ હતો અને પોતાની નોકરી છોડી અને સોશિયલ મીડિયામાં પોતાની ચેનલ બનાવી અને લોકોને હસાવવા કોમેડી વીડિયો બનાવવાનું શરુ કર્યું.

આજે આપણે ખજૂર ભાઈના આલિશાન ઘર વિશે વાત કરવાના છીએ. આપને જણાવી દઇએ કે થોડાક સમય પહેલા તેમણે પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં જોવા મળ્યું હતું કે ખજૂરભાઈ બારડોલીમાં પોતાના ઘરમાં અનેક આલિશાન રૂમ અને અન્ય જગ્યાઓ બતાવી ઉપરાંત તેમના ચોકીદાર અને અન્ય લોકો સાથે વાત પણ કરી. આપને જણાવી દઇએ કે ખજુરભાઈના ઘરની ચારે તરફ કુદરત નો અનમોલ નજારો છે.

આપને જણાવી દઇએ કે ખજુરભાઈના ઘરમાં પીપળાનું ઝાડ પણ છે. જેના વિશે વાત કરવામાં આવે તો ખજૂરભાઈ જણાવ્યું કે આ પીપળો આજે બે માળ જેટલો ઉંચો થઇ ગયો છે પરંતુ જ્યારે અમે આવ્યા ત્યારે તે ઘણો નાનો હતો, જે સમયે ઘર બનાવતા મજૂરે તેમની પાસે પીપળો કાપવાની વાત કરી ત્યારે તેમના પિતા આમ ના થવા દીધું કારણકે પીપળામાં પિતૃનો વાસ હોય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.