ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અલ્પાબેન પટેલે ધામધૂમથી કર્યા લગ્ન,જુઓ લગ્ન ની અનેક તસવીરો

0
36

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અલ્પાબેન પટેલ ગુરુવાર ના રોજ લગ્ન સંબંધમાં બંધાયા હતા. અલ્પાબેન પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા છે. ઉદય ગજેરા અને અલ્પાબેન પટેલે ગયા વર્ષે સગાઈ કરી હતી.તમને જણાવી દઈએ કે તેમના લગ્ન સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજીયાસર ગામે યોજાયા હતા.

લગ્નમાં ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી. આપણા લોક ગાયિકા અલ્પાબેન પટેલ નવવધૂના અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ લગ્ન મંડપ ની સજાવટ પણ ખૂબ જ સુંદર હતી.લોક ગાયિકા અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા ના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ સંગીતની દુનિયા સાથે જોડાયેલા ગુજરાતના જાણીતા ગાયક કલાકારો પણ લગ્નમાં આવ્યા હતા.

અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરાના લગ્નમાં સાઈરામ દવે, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિત અનેક નામચીન કલાકારો ઉપરાંત મ્યૂઝિક ડાયરેક્ટરોએ લગ્નમાં હાજરી આપી હતી.આ લગ્ન મહેંદીની રસમ થી લઈને વિદાય સુધી ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. ગુજરાતના પ્રખ્યાત સિંગર અલ્પાબેન પટેલ ના લગ્નની વિધિ ચાલુ હતી

ત્યારે આપણા લોકડાયરાના રાજા એવા કિર્તીદાન ગઢવી ના સુરમા તેરી લાડકી ગીત ગાયું હતું અને આ ગીત ગાતા જ બધા મહેમાનો ભાવુક થઇ ગયા હતા.ગુજરાતના જાણીતા એવા અલ્પાબેન પટેલ ની જિંદગી ખૂબ જ સંઘર્ષમય રહી હતી. એક વર્ષની ઉંમરમાં એમને પોતાના પિતા ગુમાવ્યા હતા ત્યારબાદ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું.

ભાઈ અને માતાએ મજૂરી કરીને અલ્પા પટેલ ખૂબ સહકાર આપ્યો હતો. પહેલા પ્રોગ્રામમાં અલ્પા પટેલ ને માત્ર પચાસ રૂપિયા મળ્યા હતા. અલ્પા પટેલ પર ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે. અલ્પા પટેલ આજરોજ ડાયરામાં સંતવાણીમાં એક લાખ રૂપિયા જેટલી ફી લે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.