Breaking News

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કંઈ તારીખે ક્યાં પડી શકે છે ભારે વરસાદ..

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 16 થી 19 ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને અલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્યો હતો. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ હૈદરાબાદ પર સક્રિય વરસાદી સિસ્ટમ મુંબઇના માર્ગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇથી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા છે.જેને લઇને રાજ્યના દરિયા કિનારે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઇ તેવી પણ શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

બંગાળની ખાડીમાં ગુરૂવારે લો પ્રેશર સર્જાતાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વરસાદની આશા જીવંત બની છે. જો તમામ પરબિળો સામાન્ય રહ્યાં તો છ દિવસ બાદ સર્જાયેલું લો પ્રેશર સારો વરસાદ લાવી શકે છે તેવું હવામાનખાતાએ જણાવ્યું છે.રાજ્યમાંથી એક તરફ જ્યારે ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે ફરી આગામી 16થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદનો ખતરો જણાવામાં આવ્યો છે.આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા મહેરબાન થઇ શકે છે.

બીજી તરફ સુરત શહેરના તાપમાનમાં જોવા મળેલા રહેલા વધઘટ વચ્ચે લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રીનું તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયલથી ગગડીને 23.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ ઉપરાંત ઉકાઇ ડેમમાં પાણીની આવક વધીને 11,458 ક્યુસેક નોંધાઇ હતી.હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી બુધવાર શુક્રવાર સુધી સુરત, નવસારી, વલસાડ, ડાંગના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.

ક્યાંક વરસાદ પડશે તો કેટલાક ઠેકાંણે વરસાદ નહીં પણ પડે. જોકે, હવામાન વિભાગની આગાહીએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે. હવે વરસાદ પડશે તો ખેતરમાં કાપીને પડેલા ડાંગરના પાકને નુકશાન થશે. બીજી તરફ સુરત શહેરના મહતમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા નોંધાયું હતું. ગાંધીનગરમાં વેધર વોચ કમિટીની બેઠક યોજાઇ હતી જેમા રાહત કમિશનર હર્ષદ પટેલે આ માહિતી આપી હતી. આગામી તા.15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં તા. 16 અને 17 ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગ્રુપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલે આ અંગેની માહિતી આપી હતી.રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યુ કે, આજે સવારે 6.00 થી બપોરના 2.00 સુધી રાજ્યના કોઇ ૫ણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજયમાં અત્યાર સુધી તા.13/10/2020 અંત સુધી 1122.25 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 135.05 ટકા છે.

આ ઉપરાંત મંગળવારે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી જવા પામી હતી. બપોરે બે વાગ્યે પાણીની આવક 16,637 ક્યુસેક થઇ જતાં તંત્રે પાણી છોડવાનું પણ વધારીને 16,637 ક્યુસેક કરી દીધું હતું. પરંતુ સાંજે 6 વાગ્યે પાણીની આવક ઘટીને 11,458 ક્યુસેક થતાં પાણી છોડવાનું પણ ઘટાડી 11,458 ક્યુસેક કરી દેવામાં આવ્યું હતું. પાણીની વધઘટ વચ્ચે તંત્રે ડેમમાં પાણીની સપાટી 345 ફૂટ જાળવી રાખી છે.

About bhai bhai

Check Also

ગાળામાં તાવીઝની અંદર સિમ કાર્ડ અને કાનમાં ઈયરફોન નાખી MBBS ની પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો,જુઓ…….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આગ્રામાં મંગળવારે એમબીબીએસની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *