Breaking News

ઘૂંટણ કોણી થઈ ગયાં છે કાળાતો અત્યારેજ કરીલો આ સરળ ઉપાય,માત્ર ત્રણજ દિવસમાં થઈ જશે સફેદ.

યુવતીઓ ચહેરાની, હાથ અને પગની ત્વચાની ખાસ કાળજી લેતી હોય છે; પરંતુ એમાં પગના ઘૂંટણ અને હાથની કોણીની ત્વચાની અજાણતામાં અવગણના થતી હોય છે. આ ત્વચા શરીર પરની બાકીની ત્વચા કરતાં વધારે ડાર્ક થઈ જાય છે. આખા શરીરની ચામડીની થિકનેસ એકસરખી નથી હોતી. ચહેરાની ત્વચા નાજુક હશે તો પગની ત્વચા થોડી સખત હશે. અન્ડરઆર્મની ત્વચા બહુ જ સંવેદનશીલ હશે તો કોણી અને ઘૂંટણની ત્વચા સખત. ત્વચા સખત થવા પાછળ અમુક કારણો જવાબદાર હોય છે. આપણે મોટા ભાગે ટેબલ પર કોણીના ટેકે બેસતા હોઈએ છીએ. પોતું મારતી વખતે ઘૂંટણનો ઉપયોગ વધારે થતો હોય છે. વારંવાર આમ થવાને કારણે એ ત્વચા સખત બનતી જાય છે. કેટલીક વખત તો એની અવગણના બહુ ભારે પડી જાય છે.

કોણી અને ઘૂંટણની ત્વચાની સૌથી વધારે અવગણના થતી હોય છે. એથી સ્કિન એકદમ થિક, ડલ અને ડાર્ક થઈ જતી હોય છે. આવી સ્કિનમાં સૌથી પહેલાં એક્સફોલિએશન કરવું જરૂરી છે. એક્સફોલિએશન એટલે મૃત ત્વચાને કાઢવી. એ માટે સ્ક્રબ કરવું જોઈએ અને ત્યાર બાદ એને નરિશમેન્ટ આપવું જોઈએ.’

દિવાળીનો તહેવાર નજીક છે તેવામાં ઘરની સાફ સફાઇની સાથે સાથે શરીરની સાફ સફાઇનો સમય પણ આવી ગયો છે. આ સમયમાં અમે આપનાં માટે ખાસ ઘરઘથ્થુ ટિપ્સ લઇને આવ્યાં છીએ જેની મદદથી ઘુંટણ કોણીની કાળાશ તેમજ ગરદનની કાળાશ દૂર થશે સાથે જ તમારી સ્કિન પણ ગ્લો કરશે. ચાલો ત્યારે જાણી લો આ ખાસ ટિપ્સ

વિનેગર અને દહીં- વિનેગરમાં એસિટીક એસિડ હોય છે અને દહીંમાં લોકટિક એસિડ ભરપૂર હોય છે આ બંને ત્વચા ને ઊંડી સફાઈ કરવા ની સાથે તેને બ્લીચ પણ કરે છે તથા તેમાં પી એચ બેલેન્સ પણ બનાવે છે.ઉપયોગ કરવા ની રીત.એક ચમચી દહીં મા સફરજનનું વિનેગર મિક્સ કરીને તેને કાળાશ પડતી જગ્યા ઉપર લગાવો 15 મિનિટ સુધી સુકાવવા દો અને પછી ગુણ ગુના પાણી થી ધોઈ નાખો સારા પરિણામ માટે દર બીજા દિવસે ઉપયોગ કરો.

લીંબુ મા વિટામિન સી અને એન્ટી ઓક્સીડેટ હોય છે જે મૃત ત્વચા ને હવાવવા માટે કારીગર છે બેંકિંગ સોડા મા બ્લીચિંગ પ્રોપર્ટીજ હોય છે જે સ્કિન વ્હાઇટનિંગનું કામ કરે છે. આ માટે લીંબુનાં બે કટકા કરી લો અને હવે બન્ને ભાગ મા અડધી અડધી ચમચી બેંકિંગ સોડા નાખી ને પ્રભાવિત ભાગ મા 1 મિનિટ સુધી ઘસો અને 15 મિનિટ સુધી રહેવા દો પછી થોડા હુફાળાં પાણી વડે ધોઈ નાખો આને અઠવાડીયા મા ત્રણ દિવસ કરો.

એલોવેરા એક ખૂબ વધારે પ્રભાવ કારી મોઇશ્ચરાઇઝર છે આ સ્કિન ટોન મા પણ સુધાર લાવે છે તેના સિવાય તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે દૂધ મોઇશ્ચરાઇઝર હોવા ની સાથે સાથે સારો ક્લિજર પણ હોય છે આ માટે એલોવેરા જેલ અને દૂધ બે બે ચમચી લઇ તેને મિક્સ કરી લો. આ મિશ્રણને કાળાશ પડતી જગ્યા ઉપર લગાવો અને આખી રાત સુધી રહેવા દો અને સવારે હલકા હાથ વડે ઘસતા ની સાથે સામન્ય પાણી વડે ધોઈ નાખો તેના સિવાય માત્ર તમે એલોવેરા પણ લગાવી શકો છો પણે તેને માત્ર 2 મિનિટ સુધી જ રાખવું અને ધોઈ નાખવું આ ઉપયોગ ને દર બીજા દિવસે કરવો તો જ અસર જોવા મળશે.

બટાકામાં એક ખાસ એન્ઝાઇમ રહેલો છે કે પ્રાકૃતિક બ્લીચ એજન્ટ ની રીતે કામ કરે છે અને તેના ઉપયોગથી ત્વચાની રંગત મા નિખાર આવે છે એટલા માટે કોણી અને ઘુટણ જેવા શરીરનાં ભાગમાં જામી જતી કાળાશ દૂર કરે છે. બટાકાનો રસ બહાર કાઢવો પ્રભાવિત ત્વચા ઉપર 15 મિનિટ સુધી તેને લગાવી ને રાખવું અને સામાન્ય પાણી થી ધોઈ નાખવું જો આવુ ના કરી શકો તો બટાકના તાજા કાપેલા ટુકડાને 10થી 15 મિનિટ સુધી પ્રભાવિત જગ્યા ઉપર માલિશ કરો અને 10 મિનિટ બાદ બાદ ધોઈ નાખવું પણ ધ્યાન આપવું કે આ ત્વચાનું વધારાનું ઓઇલ દૂર થાય છે એટલે બટાકાનો પ્રયોગ કર્યા બાદ તે જગ્યા પર મોઈશ્ચરાઇઝર લગાવવાનું ભૂલતા નહીં.

નારિયેળ તેલ મા વિટામિન ઇ અને એસેસિયલ ઓયલ હોય છે જે ત્વચા નું કાળા પણ અને ખુરદરા પણ દૂર કરવા ની સાથે સ્કિન પોલીશીંગ નું કામ પણ કરે છે. ઉપયોગની રીત દરરોજ નાહ્યા પછી હલકી ભીની ત્વચા મા નારિયેળનાં તેલથઈ હળવી મસાજ કરી દો. તે ધીરે ધીરે ત્વચામાં ઉતરતું જશે. જે બાદ આપે કંઇ કરવાની જરૂર નથીબે ચમચી મધમાં 2 ચમચી લીંબુ નો રસ અને 1 ચમચી બેંકિંગ સોડા ભેળવીને લગાવો 20 થી 30 મિનિટ સુધી રાખો અને હલકા પાણીથી ધોઈ નાખો.

ઓલિવ ઓઇલ અને ખાંડ સ્ક્રબ- ઓલિવ ઓઇલ અને ખાંડ ભેળવીને તેનું સ્ક્રબ તૈયાર કરો. જેમ હળવા હાથે ગોળ ગોળ ફેરવતા રહો. કાળાશ વાળી જગ્યા પર 5 મિનિટ મસાજ કરો અને પછી સામન્ય પાણી થી ધોઈ નાખો.

લીમડાનો પાઉડર અરીઠાનો પાઉડર લીંબુનો રસ અથવા સંતરાનો પલ્પ કે આની પેસ્ટ બનાવીને લગાવવી. જો ઑઇલી સ્કિન હોય તો લીંબુ કે સંતરાનો પલ્પ સારી અસર કરે છે. એનાથી સ્ક્રબ કરવું જેથી ત્વચા પૉલિશ થઈ જશે. લીમડા અને અરીઠાનો પાઉડર સ્ક્રબની સામગ્રી છે. એને બધામાં બેઝ તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ પેસ્ટ પૉલિશિંગ માટે અન્ડરઆર્મમાં ઉપયોગ ન કરી શકાય, પરંતુ અન્ડરઆર્મમાં દૂધની મલાઈનો ઉપયોગ કરી શકાય. ઘણા લોકો દૂધની ઉપરની મલાઈ લેતા હોય છે, પરંતુ મલાઈની નીચેની બાજુને ઉપયોગમાં લેવી. એમાં મોઈશ્ચરાઇઝિંગ અને વાઇટનિંગ એજન્ટ્સ હોય છે. એ સિવાય વાળાનો પાઉડર અને દૂધની મલાઈની પેસ્ટ બનાવીને લગાવી શકાય.’૧ ટીસ્પૂન મુલતાની માટી૧ ટીસ્પૂન વાળાનો પાઉડરદૂધની મલાઈ

આ ત્રણેય સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવવી. મુલતાની માટી ડ્રાય થઈ જશે એટલે સ્કિનને વાળાના પાઉડરની સારી અસર થશે. સ્ક્રબ બાદ નરિશમેન્ટ માટે મધનો ઉપયોગ કરી શકાય. ઉલ્લાસની આ ટિપ્સ પણ અજમાવી જુઓ.અમુકની કોણી કે ઘૂંટણમાં કાપા કે ચીરા પડી ગયા હોય છે. એના માટે અલગ સ્ક્રબનો ઉપયોગ કરી શકાય.’૧ ટીસ્પૂન હની અડધી ટીસ્પૂન ગ્લિસરીન (અડધી ચમચીથી પણ ઓછું નાખી શકાય)

અડધી ટીસ્પૂન સ્ક્રબ પાઉડરઆમાં અરીઠાનો પાઉડર ઍન્ટિસેપ્ટિક તરીકે કામ આપશે. જોકે આ પેસ્ટમાં હળદર પણ મિક્સ કરી શકાય, પરંતુ બધું પીળું-પીળું થઈ જાય એટલે મોટા ભાગે ઉપયોગ નથી કરતા હોતા. ત્યાર બાદ નરિશમેન્ટ માટે કોલ્ડ ક્રીમ લગાવી શકાય.આ ટ્રીટમેન્ટ અઠવાડિયામાં બે વખત કરી શકાય. જો સ્કિન વધારે થિક અને ડાર્ક હોય તો અઠવાડિયામાં ત્રણ વખત પણ કરી શકાય. શરૂઆતમાં ત્રણ વખત કરો અને પછી ધીરે-ધીરે બે વખતની ટ્રીટમેન્ટ પર આવી શકાય.

‘સૌથી પહેલાં તો તમારી સ્કિનને ઓળખો અને પછી જ કોઈ ટ્રીટમેન્ટ કરો. સ્કિનમાં બે બાબત ધ્યાનમાં રાખવાની હોય છે- સ્કિન-ટાઇપ અને સ્કિન-સ્ટેજ. ત્વચા કેવા પ્રકારની છે એટલે કે ઑઇલી, ડ્રાય કે મિક્સ્ડ વગેરે. ત્વચા કયા સ્ટેજ પર છે એટલે કે એની પરિસ્થિતિ કેવી છે- રફ, ડાર્ક કે થિક વગેરે. કોઈ પણ ત્વચાને મોઈશ્ચરની જરૂર પડે છે. એથી ત્વચાને હંમેશાં મોઈશ્ચરાઇઝ્ડ રાખવી.’

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *