Breaking News

ગુટખા નો ડાઘ હોય અથવાતો ચા નો બસ પાંચ મિનિટમાં થઈ જશે ગાયબ બસ કરો આટલું કામ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને આ લેખ માં કપડાં ના જિદ્દી ડાઘ કેમના દૂર કરવા તે જણાવીશું તો ચાલો મિત્રો જાણીએ.જો થયો હોય કપડા પર ડાઘ તો આ રીતે કરી શકાય છે દુર. દરેક માણસ નુ વ્યક્તિત્વ સારા અને સાફ કપડા થી ઊભરી આવે છે. દાગ વાળા કપડા પહેરવા થી સામે વાળા વ્યક્તિ ના મન મા ખરાબ છાપ ઊભી થાય છે.

મોઘા કપડા પહેરેલ હોવા છતા ડાઘ લાગે તો આપણે ને તે પહેરવા ગમતા નથી.આવા ડાઘ ગમે તે વસ્તુ ના હોય પણ તે કપડા ના શો ને બગાડે છે. જેના કારણે આવા કપડા ને ફેકી દેવા પડે છે. આવા કપડા ના ડાઘ કાઢવા અલગ-અલગ પ્રયોગ કરાય છે. પણ જો ડાઘ ન જાય તો તેને વારંવાર ધોવા થી તેના દોરા નબળા પડે છે તેમજ કલર ઊડી જાય છે. જો આવા કપડા પર ડાઘ લાગ્યો હોય તો તે દુર કરવા અને કલર બચાવવા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે.કપડા ધોવા કોઈને પણ પસંદ હોતા નથી.

ખાસ કરીને ત્યારે જ્યારે તેમાં ઘણા પ્રકારના જિદ્દી ડાઘ લાગેલા હોય છે. પાન, ગુટખા, ચા, કલર, સ્યાહી, તેલ અને આઈસ્ક્રીમ જેવી ચીજોના ડાઘ ધોયા બાદ પણ નીકળવાનું નામ લેતા નથી. તેવામાં આ જિદ્દી ડાઘને હટાવવા માટે થોડું સ્માર્ટ રીતે વોશિંગ કરવું પડે છે. તેવામાં આજે અમે તમને આ જિદ્દી ડાઘને  સરળતાથી હટાવવા માટેના રામબાણ ઉપાયો જણાવીશું.દાંત સાફ કરવા વપરાતી ટ્યુબ થી આ ડાઘ સરળતા થી દુર કરી શકાય છે. પહેલા તો જ્યા ડાઘ હોય તે કપડા પર ટ્યુબ લગાવવી અને સુકાયા બાદ તેને સાફ કરી લેવી.

આ ઉપરાંત નેલ પોલિસ ને દુર કરવા વપરાતા દ્રવ્ય થી પણ આ ડાઘ દુર થાય છે. ડાઘ વાળી જગ્યા પર થોડુ આ દ્રવ્ય લગાવી ઘસ્યા બાદ પાણી થી ધોઈ લેવુ. ડાઘ નઈ રહે.પાન-ગુટખાના ડાઘને આ રીતે કરો દૂર,પાન અને ગુટખા જેવા ડાઘ મોટાભાગે પુરુષોના કપડાં પર જ જોવા મળે છે. આ પ્રકારના ડાઘને કાઢવા માટે મહિલાઓને પરસેવો છૂટી જાય છે. તેવામાં તમે આ ડાઘ લાગેલ કપડાને ખાટા દહીં કે છાશમાં ૧૦ થી ૧૫ મિનિટ સુધી પલાળીને રાખી દો.

ત્યારબાદ ડાઘ વાળી જગ્યા પર હળવા હાથે ઘસો. જો આ ડાઘ પહેલી વારમાં ના નીકળે તો આ પ્રક્રિયાને બે થી ત્રણ વાર કરવી.ખાવા મા ઉપયોગી એવા દહી ના પ્રયોગ થી પણ ડાઘ દુર થાય છે. તેના માટે વાટકી મા થોડુ દહી લઈ ડાઘ પડેલા ભાગ ને તેમા બોળી રાખવુ અને તેને હળવે હાથે ઘસવુ. ધીમે-ધીમે ડાઘ દુર થશે. જો તમારા કપડા પર બોલપેન ની સ્યાહી ના ડાઘ લાગ્યા હોય તો તે મીઠા ની મદદ થી સરળતા થી દુર કરી શકાય છે.

પણ તેનો પ્રયોગ તરત જ કરવાથી આ ડાઘ દુર થાય છે.ચા અને કોફીના ડાઘને આ રીતે દૂર કરો,ચા કે કોફી ના ડાઘવાળા કપડાને જેટલું જલ્દી બની શકે ગરમ પાણીમાં તેમજ ડિટર્જન્ટ પાઉડરમાં પલાળી દો. થોડા સમય પછી તેને વારંવાર ઘસો. તેનાથી ડાઘ નીકળી જવા જોઈએ. તેમ છતાં પણ જો આ ડાઘ ના નીકળે તો ભીના કપડા પર બેકિંગ સોડા નાખીને અડધા કલાક સુધી તેને છોડી દો. આ બેન્કિંગ પાવડર ચા ના ડાઘ ને દૂર કરવાનું કામ કરશે.

અડધો કલાક થઇ ગયા બાદ તે કપડાંને ઘસીને સાફ કરી લો. તેના સિવાય કપડાં પર ચા પડી જાય તો તરત જ ટુથપેસ્ટ લગાવી દો અને ૨૦ મિનિટ પછી ધોઈ નાખો. તેના સિવાય મીઠું નાખીને ઘસવાથી પણ આ પ્રકારના ડાઘ કાઢી શકાય છે. આ બધા ઉપાયો પણ ના ચાલે તો ૧ કે ૨ કપ પાણીમાં ૧ નાની ચમચી વિનેગર નાખો અને તેને ડાઘ પર થોડો સમય રાખ્યા બાદ ધોઈ નાખો.આપણે રોજ ઉપયોગ મા લેતા દુધ ની મદદ થી પણ ડાઘ દુર કરી શકાય છે.

રાત્રે દુધ મા પલાળી રાખી બીજા દિવસે તેને કપડા ધોવા ના પાઉડર થી ધોઈ લેવા. તેમજ દુધ ની સાથે કોર્ન સ્ટાર્ચ ભેળવી ને તેને કપડા પર ડાઘ ની જગ્યા પર લગાવવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ધોઈ લેવુ. આ ડાઘ નીકળી જશે.ચોકલેટ આઈસ્ક્રીમના ડાઘ આ રીતે દૂર કરો,ચોકલેટનો લાગેલ ડાઘ સૌથી વધારે જિદ્દી હોય છે. તેથી સારું રહેશે કે ડાઘ લાગતાં જ કપડા પર તરત જ ટેલકમ પાવડર છાંટી દો.

તેનાથી ચોકલેટનો તાજો ડાઘ સુકાઈ જશે. ત્યારબાદ તમે તેને ગરમ પાણીથી ધોઈ શકો છો. વળી આઈસક્રીમ કે ફ્રુટ જ્યુસ થી લાગેલ ડાઘ ને દુર કરવા હોય તો ડાઘ વાળી જગ્યા પર અમોનિયા લગાવીને કપડા સાફ કરી શકો છો.સાદા કપડા પર જો અન્ય કલર ના ડાઘ લાગી ગયા હોય ત્યારે સેંડપેપર ની મદદ થી તેને દુર કરી શકાય છે. આ ડાઘ પર ફક્ત સેંડપેપર ને ઘસવા નુ હોય છે. તે ઉપરાત વાસણ ઘસવા ના સાબુ ની મદદ થી પણ આવા ડાઘ દુર કરી શકાય છે.કલર સ્યાહી જેવા ડાઘ આ રીતે દૂર કરો,કલરનો ડાઘ લાગી જાય તો તેને કેરોસીનથી ઘસીને દૂર કરી શકાય છે.

ત્યાર બાદ ગરમ પાણીથી ધોઈ નાખો. તમારો ડાઘ સ્યાહી વાળો હોય તો ડેટોલ લગાવીને તેને ઘસો. સફેદ શૂટ માંથી સ્યાહીનો ડાઘ કાઢવા માટે અડધું કપાયેલ ટમેટા પર મીઠું લગાવો અને તેને ડાઘ પર ઘસો. તે ઉપરાંત તમે મીઠું અને લીંબુના રસને ડાઘ વાળા ભાગ પર લગાવીને અડધો કલાક માટે છોડી શકો છો. ત્યારબાદ ગરમ પાણીથી ધોવાથી ડાઘ નીકળી જશે.જો ડાઘ સામાન્ય હોય તો તેને નવશેકા પાણી થી પણ કાઢી શકાય છે. આખી રાત એક પાત્ર મા ગરમ પાણીમા આ ડાઘ લાગેલ કપડા ને બોળી રાખવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ઘસવુ. આ ઉપરાંત તમે ખાવા ના સોડા નો પ્રયોગ તેલ ના ડાઘ દુર કરવા થાય છે.

થોડા પાણી મા આ સોડા નાખી એક પેસ્ટ બનાવી ડાઘ પર લગાવવી અને સુકાય ગયા બાદ તેને વોશ કરી લેવા.તેલ જેવા હઠીલા ડાઘ દુર કરવા માટે ચહેરા પર લગાવવા મા આવતા પાઉડર નો ઉપયોગ કરી દુર કરી શકાય છે.પાઉડર તેલ ને શોષી લેવા નુ કામ કરે છે. આ પાઉડર ને અડધી કલાક ડાઘ પર રહેવા દઈ બ્રશ ની સહાયતા થી દુર કરો. અને પાણી થી ધોઈ લો. ધીમે-ધીમે ડાઘ દુર થઈ જાશે. તો આ પ્રમાણે તમે તમારા કિમતી કપડા પર ના ડાઘ અને ધાબા દુર કરી શકો છો.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *