Breaking News

હમેંશા રહશે શનિ મહારાજની કૃપા બસ કરીલો આ નાનકડું કામ,ફટાફટ જાણીલો આ કામ વિશે………

શનિદેવ ની કૃપા અર્ચના કરવા માટે વ્યક્તિ કાયમ તેની પૂજા-અર્ચના કરે છે અને કોઇ રીતે એવા ઉપાય અપનાવે છે જેથી શનિદેવ તેની પૂજા-અર્ચનાથી ખુશ થઈ શકે અને તેના જીવનના બધા કષ્ટ શનિદેવ દૂર કરે. પરંતુ શનિદેવ ન્યાયના દેવતા કહેવામાં આવે છે તે હંમેશા વ્યક્તિની સાથે ન્યાય કરે છે પરંતુ જે લોકો ખોટા કાર્ય કરીને પોતાનું જીવન વ્યતિત કરે છે તેને શનિદેવનો દંડ ભોગવવો પડે છે. આ કારણથી શનિદેવને કર્મફળ દાતા પણ કહેવામાં આવે છે.જો શનિદેવની ત્રાંસી નજર કોઈ વ્યક્તિની ઉપર પડી જાય તો તે વ્યક્તિને જીવનમાં ઘણા બધા સંકટ આવવા લાગે છે. વ્યક્તિને કોઈપણ ક્ષેત્રમાં સફળતા નથી મળતી. આ કારણથી એ જરૂરી છે કે તમે તમારા જીવનમાં એવા કાર્ય કરો જેનાથી તમારા ઉપર શનિદેવની હંમેશા કૃપાદ્રષ્ટિ બની રહે.

શનિવારનો દિવસ શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિદેવ ન્યાયના ભગવાન છે, તેથી તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે સક્તર્મ. જે લોકો ખરાબ કાર્યો કરે છે તેમને શનિદેવ સજા કરે છે, જ્યારે સારા કર્મો કરે છે ત્યારે શનિદેવ તેનાથી રાજી થાય છે. શનિદેવની વક્ર દ્રષ્ટિ થી મનુષ્ય ની સાથે દેવ પણ ડરે છે. જેના કારણે શનિદેવ ગુસ્સે થાય છે, તેને દરેક ક્ષેત્રમાં વેદનાઓનો સામનો કરવો પડે છે. શનિવારે કાર્યોમાં આવતી અવરોધો દૂર કરવા અને શનદેવની કૃપા મેળવવા કેટલાક ઉપાય કરવા જોઈએ.

શનિવારે બ્રહ્મમહુર્તામાં જાગવું અને સૂર્યોદય થાય તે પહેલાં પીપળના ઝાડના મૂળમાં જળ ચડાવો. તે પછી, પીપલની સાત વાર પરિક્રમા કરો અને પીપળને નમન કરો અને ત્યાં બેસો અને ‘ૐ શં શનેશ્વરાય નમઃ’ મંત્રનો જાપ કરો. શનિદેવની હંમેશા પૂજા સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય પછી થાય છે.

હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. આ માટે હનુમાન મંદિરમાં 4 લવિંગ અને 1 લીંબુ લો. લીંબુમાં લવિંગ લગાવ્યા પછી ભગવાન હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો. કોઈ પણ કાર્યમાં જતા સમયે તે લીંબુને તમારી સાથે લઇ જાવ. કાર્યોમાં સફળતા મળે છે. આ ઉપાય કાર્યોમાં આવતી રુકાવટોને દૂર કરવા માટે કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવની અશુભ દશા ચાલી રહી છે તો તે વ્યક્તિને માંસ મદિરાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેના સિવાય શનિદેવના અશુભ પ્રભાવથી છુટકારો પામવા માટે રોજ નિયમિત થી પૂજા ના સમય મહામૃત્યુંજય મંત્ર અને ઓમ નમઃ શિવાય નો જાપ કરવો જોઈએ.

શનિદેવના જાનવરોથી અતિ પ્રેમ છે વિશેષરૂપથી કાળા જાનવર શનિદેવને અતિ પ્રિય છે. જો તમે શનિવારના દિવસે કાળા કૂતરાને મીઠી રોટલી પર તેલ લગાવીને ખવડાવો છો તો શનિદેવ તમારાથી પ્રસન્ન થશે. તેના સિવાય તમે શનિવારના દિવસે વાંદરાઓને શેકેલા ચણા ખવડાવો.શુક્રવારે લોખંડની વીંટી લાવો, પરંતુ તે વીંટી તેને આગમાં ગરમ ​​કરીને બનાવવામાં આવી ન હોવી જોઈએ. રાત્રે વીટીને સરસવના તેલમાં પલાળી રાખો. શનિવારે સવારે ઉઠીને ‘ૐ શં શનેશ્વરાય નમ:’ મંત્રનો જાપ કર્યા પછી, તમારી આંગળીમાં વીંટી પહેરો.

શનિવારે શનિદેવને તેલથી અભિષેક કરવો અને છાયાદાન કરવો શુભ માનવામાં આવે છે. તેથી શનિવારે શનિ મંદિરમાં જાઓ અને શનિદેવને તેલ ચડાવો. સરસવના તેલવાળા વાસણમાં એક સિક્કો લો અને તે તેલમાં તેની છાંયો જુઓ. તે પછી તેલનું દાન કરો.જો કોઈ વ્યક્તિ ઉપર ની ઢૈયા નો પ્રભાવ ચાલી રહ્યો છે તો તે સ્થિતિમાં શુક્રવારની રાત માં 800 ગ્રામ કાળા તલ પાણીમાં પલાળી દો અને શનિવારે સવારે તેને પીસીને તેને ગોળમાં ભેળવીને આઠ લાડુ બનાવી લો અને કોઈ કાળા ઘોડા ને તે ખવડાવી દો. તમને આ ઉપાય 8 શનિવાર સુધી કરવાનો છે તેનાથી શનિની ઢૈયા થી મુક્તિ મળશે.

જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતીથી પરેશાન છે. તો તે સ્થિતિમાં શનિવારના દિવસે અંધારું થવા ના પછી પીપળા પર મીઠું જળ અર્પિત કરો અને પીપળાની પાસે સરસિયાના તેલનો દીવો જલાવો અને ધૂપ-દીપ જેલ લગાવો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસા, ભૈરવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરો અને તેના પછી પીપળાના ઝાડ પર ની સાત પરિક્રમા કરો. તેનાથી શનિની સાડાસાતીથી મુક્તિ મળશે.તમે શનિવારના દિવસે તમારા હાથ ના માપ નો 29 લાંબો કાળો દોરો લઈને તેને તેની માળા બનાવી લો અને તેને પોતાના ગળામાં ધારણ કરી લો તેનાથી તમને લાભ થશે.

આ સિવાય જો શનિવાર ના દિવસે સારા એવા જ્યોતિષી સાથે વિચાર-વિમર્સ કરી ને શનિ નુ રત્ન નીલમ ધારણ કરવા મા આવે તો લાભદાયી ગણાય છે. આ રત્ન ધારણ કરવા થી તમારા જીવન મા આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
શનિને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે શનિનું દાન એક અસરકારક માર્ગ છે. શનિની કૃપા મેળવવા માટે તમે લોખંડ, કાળા તલ, અડદ, કુલથી, કસ્તુરી, કાળા કપડાં, કાળા પગરખાં, ચાની પત્તી વગેરેનું દાન કરી શકો છો.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *