ડુંગળી નો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,પાકની મબલખ આવક થતા લેવાયો મોટો નિર્ણય

0
29

ડુંગળી ની નવી સિઝન શરૂ થતાની સાથે જ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના પાકની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઇ ગઇ હતી. ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા ઉત્પાદનને લઈને ખેડૂત માર્કેટ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચવા માટે લઈને આવી રહ્યા છે. પરંતુ માર્કેટ યાર્ડ ડુંગળી ની મબલખ આવક થતા માર્કેટ યાર્ડ ડુંગળી થી છલકાયો હતો.

આપને જણાવી દઇએ કે માર્કેટયાર્ડ તંત્ર દ્વારા શુક્રવાર અને શનિવારે બે દિવસ માટે નવી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે ડુંગળી ની નવી સિઝન શરૂ થવા સાથે ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની ડુંગળી લઈને વેચવા માટે આવતા હોય છે. ડુંગળી નો સારો ભાવ મેળવતા હોય છે.

આ વખતે પણ ખેડૂતોને ડુંગળી નો સારો એવો ભાવ મળી રહ્યો છે.આ વખતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ડુંગળીમાં ઉતારો થયો છે. સાથે જ ભારે પવનને કારણે ડુંગળીનો પાક ઓછો થવા પામ્યો છે છતાં પણ માર્કેટયાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે.

ડુંગળીની આવક શરૂ થવાની સાથે જ ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી ના પડે તે માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા શહેરના નારી ચોકડી ખાતે સબ યાર્ડ બનાવવામાં આવી છે.માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખૂબ જ મોટી જગ્યામાં ડુંગળી ઉતારવા માટે મંજૂરી આપવામાં આવી છે અને ખેડૂત પોતાની ડુંગળી લઈને આવી રહ્યા છે.

પરંતુ જે પ્રકારે ડુંગળીની આવક થઈ છે તેની સામે ડુંગળીની આવક ઓછી હોવાને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ માં બે દિવસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા બનાવવામાં આવેલ નારી ચોકડી ખાતે સબ યાર્ડ માં હાલ ડુંગળીની રોજ 70 હજાર થી 1 ગુણી ડુંગળીની આવક થાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.