ખુશી માતમમાં ફેરવાઈ ગયો : લગ્નમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓની બસ ખાબકી ખીણમાં – 14 લોકોના કરૂણ મૃત્યુ…

0
47

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ઉત્તરાખંડમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં જાનૈયાઓથી ભરેલી બસ 300 મીટર ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હતી.

ઘટનાના ચંપાવત સુખીધાડા-રીછા સાહીબ રોડ પર આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર બસમાં સવાર તમામ લોકો લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMO દ્વારા મૃત્યુ પામેલાના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદએ 50000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અકસ્માત કયા કારણોસર બન્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં લક્ષ્મણસિંહ, ઈશ્વરસિંહ, કેદારસિંહ, હયાત સિંહ, પુષ્પા દેવી, ઉમેદ સિંહના મૃત્યુ થયા છે. આ દરેક વ્યક્તિ ક્કરનઈ ગામના રહેવાસી હતા. આ ઉપરાંત પુની દેવી, ભગવતી દેવી, બસંતી દેવી, શ્યામલાલ અને વિજય લાલનું મૃત્યુ થયું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.