Breaking News

હાર્ટ એટેકના કારણે વધુ એક ફિલ્મી સિતારા નું થયું નિધન, 57 વર્ષ ની ઉમરમાં મહાભારતના ડાયરેક્ટરે દુનિયાને કહી અલવિદા…

હાલના દિવસોમાં મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા જાણીતા કલાકારો હાર્ટ એટેકના કારણે ખૂબ જ નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. ઇન્ડસ્ટ્રી અને તેમને ચાહનારા ચાહકો તેમની વિદાયના દુ:ખને હજુ પણ ભૂલી શક્યા નથી. તે જ સમયે, અહીં વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે જાણીતા ફિલ્મ નિર્દેશક સી.વી. શશીકુમારનું 57 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

પારિવારિક સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડાયરેક્ટર પણ લાંબા સમયથી કેન્સર જેવી ખતરનાક બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા કે અચાનક તેમની તબિયત બગડતા તેમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અચાનક જ જોરદાર હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચાર મળતાં જ ચાહકોએ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને હવે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સીવી શશીકુમારની વાત કરીએ તો તેમણે તમિલ ભાષામાં સીરિયલ મહાભારત બનાવી હતી.જણાવી દઈએ કે રવિવારે તેમના આકસ્મિક નિધન બાદ સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં તેની લોકોમાં ઘણી લોકપ્રિયતા હતી. તેમણે મહાભારત સિવાય પણ ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અંતિમ સંસ્કાર પહેલા, ઘણા મોટા લોકો સિવાય, ચાહકો તેમના અંતિમ દર્શન કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા. સીવી શશીકુમાર ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ હતા. તેમનું કાર્ય ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

સીવી શશીકુમાર એ તમિલ ભાષામાં લોકપ્રિય ટીવી સિરિયલ ‘મહાભારત’ બનાવી હતી. આ સિવાય તેણે ફિલ્મ ‘સેંગોટાઈ’નું પણ નિર્દેશન કર્યું હતું. દિગ્દર્શકના પાર્થિવ દેહને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે મદુરવોયલ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે સોમવારે અંતિમ સંસ્કાર થશે.ફેન્સ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સીવી (C.V. શશીકુમાર) ના અવસાન પછી ચાહકો અને તેમના પ્રિયજનો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમને તેમની સિદ્ધિઓ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

About bhai bhai

Check Also

‘બાળક સાથે ઓરલ સે@ક્સ એ બહુ ગંભીર ગુનો નથી’, High Court એ આરોપીઓની સજા ઘટાડી..વિવાદિત ફેંશલા થી જાણતા માં રોષ..

બાળકોની જાતીય સતામણી સાથે જોડાયેલા એક મામલામાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *