Breaking News

હાથથી જમવાના છે એ ચમત્કારીક ફાયદા, એકવાર જાણી લેશો તો જીવનમાં ક્યારેય નહીં કરો ચમચીનો ઉપયોગ……

હાથથી જમવાનું એ આપણા ઘરડા લોકો આપણાને શીખવાડી ગયા પણ ફેશનના આ જમાનામાં અનુકરણ લોકોનું કરતા કરતા આપણે ક્યારે ચમચીથી ખાતા શીખી ગયા એજ ના ખબર પડી તો આજે જાણો ચમચીથી નહિ પણ હાથથી કેમ જમવું પડશે.આપણે ઘણીવાર ભારતને ‘Incredible India’ કહીને ઉદ્દેશીએ છીએ પરંતુ શું ખબર છે શા માટે આવું કહીએ છીએ. જો અમે તેનું રીઝન તમને કહેશું તો તમને લાગશે કે શું વાત કરો છો આવું થોડું હોય. પરંતુ એવું જ છે. તમે માનો કે ન માનો આપણી દરેક રીત અને પરંપરામાં સાયન્સ જોડાયેલ છે. જેમ કે આપણે સહજ રીતે જ હાથેથી ખાવા માટે ટેવાયેલા હોઈએ છીએ. મોટા ભાગે આપણે ક્યારેય ફરજીયાત ન બને ત્યાં સુધી ચમચીથી ખાતા નથી.

આજે અમે તમને જણાવીશું કે ચમચીથી ખાવા કરતા સીધા હાથથી ખાવાના અઢળક ફાયદા વિશે આયુર્વેદમાં શું વર્ણન કરવામાં આવ્યું છે તેની પાછળ શું વૈજ્ઞાનિક કારણ છે આયુર્વેદ મુજબ તમને જણાવી દઈએ કે હાથથી ખાવું ફક્ત સરળ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

આપણી પરંપરાગત સંસ્કૃતિ મુજબ હાથથી ખાવાની વાત જ અલગ છે પરંતુ અત્યારના લોકોને રેસ્ટોરન્ટ, હોટલ કે અન્ય જગ્યા પર ચમચી વગર ભોજન કરવું શરમજનક લાગતું હોય છે પરંતુ જો તમે કોઇક જુના માણસોને સવાલ પૂછો કે ચમચીથી ખાવું સરળ લાગે છે કે હાથથી ખાવું સરળ લાગે છે ? તો તે માણસ જરૂર કહેશે કે હાથથી ખાવું વધારે સરળ છે.

જાણી લો હાથથી ખાવાના ફાયદાઓ  આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે હવા,પાણી,અગ્નિ,આકાશ,ભુમિ આ પાંચ તત્વોમાં થતાં અસંતુલન શરીરમાં ઘણા રોગોનું કારણ હોય છે. હાથથી કોળિયો લેતા સમયે જે મુદ્રા બને છે તે શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જાળવી રાખે છે તેથી ગેસ,અપચો,કબજિયાત,એસિડિટી વગેરે જેવી સમસ્યાથી બચી શકાય છે

હાથેથી ખાવા પાછળ પણ સાયન્સ જોડાયેલું છે જે હવે એક રીસર્ચ પેપરમાં સામે આવ્યું છે. તો આપણા પૌરાણીક શાસ્ત્રોમાં પણ આ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો કહે છે કે હાથેથી ખાવાથી શરીરમાં રહેલા ચક્રોને ફાયદો થાય છે. તેમજ બ્લડ સર્ક્યુલેશનમાં પણ ફાયદો મળે છે. તમે જો આ પ્રેક્ટિસ ન કરતા હોવ તો થોડા દિવસ ફક્ત હાથેથી ખાવાનું રાખો તમને ફેરફાર તરત અનુભવાશે.જો તમે ફિટનેસ પાછળ દિવાના હોવ તો જ્યારે તમને હાથેથી જમો છો ત્યારે તમારા હાથના મસલ્સને એક્સર્સાઇઝ મળે છે અને તેનાથી તમારુ બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે.

ભારત સિવાયના અન્ય દેશોમાં હાથેથી ખોરાક ખાવાને અન-હાયજેનિક ગણ્યું હતું, જયારે ભારતની સંસ્કૃતિમાં લખેલ છે કે જયારે હાથેથી ભોજન કરવામાં આવે ત્યારે ફક્ત તમારું પેટ જ નહિ પરંતુ ખોરાક તમારા મગજ સુધી પહોંચે છે. હવે લગભગ મોટાભાગના દેશોમાં ભોજન હાથથી ખાવાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે ડાયનીંગ ટેબલ પર બેસવાને બદલે નીચે બેસીને ભોજન લેવામાં આવે છે

ખોરાકને હાથનો સ્પર્શ થાય કે તરત જ મગજને સંદેશો મળે છે અને મગજ ભોજન પચાવવા માટે પેટને વળતો સંદેશો આપી દે છે. જેનાથી પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસ ( પાચકરસો ) ઉત્પન્ન થવાનું શરૂ થાય છે અને ખોરાક યોગ્ય રીતે પચી જાય છે.ચમચી વડે ખાવાથી મગજને સંતુષ્ટિ થઈ શકતી નથી, કારણ કે ભોજન કરતાં વધારે આપણું ધ્યાન ચમચી પર હોય છે. જ્યારે હાથથી ખાવાથી આપણું ધ્યાન યોગ્ય રીતે ભોજન પર હોય છે. જેને લીધે પેટ ભરાઈ જવાનો અહેસાસ થવા લાગે છે અને મોટાપાથી બચી શકાય છે

અમેરિકાના રિસર્ચ મુજબ હાથથી ખાવાથી પેટ અને મગજને સંતુષ્ટિ મળે છે અને વધુ ખોરાક ખાવાથી પણ બચી શકાય છે. ઓવરઇટીંગ ન થાય માટે સ્થૂળતાથી પણ મુક્તિ મળે છે અને શરીરનો વજન પણ કાબૂમાં રહે છેહાથથી ખાવાથી જીભ અને મોં દાઝી જવાનો ભય રહેતો નથી. કારણ કે હાથથી ભોજન ઉઠાવતા સમયે મગજને ખબર પડી જાય છે કે ભોજન કેટલું ગરમ છે, જ્યારે ચમચીથી આ વાતની જાણ મગજને થઈ શકતી નથી પરિણામે જીભ અને મોં દાઝી જાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે તમે હાથેથી ખાવ છો ત્યારે અજાણતા જ તમારા હાથ યોગ મુદ્રામાં વળે છે. જેના કારણે તમારા શરીરમાં રહેલી પ્રાણ શક્તિ એક્ટિવ થાય છે. તેમજ તમે જ્યારે ફૂડ ટચ કરો છો ત્યારે તમારા હાથમાં રહેલા સંવેદન તંતૂઓ મગજને સિગ્નલ મોકલે છે અને મગજ તરત જ બોડીને પાચક રસો ઉત્પન કરવાનો આદેશ આપે છે. જેનાથી તમારો ખોરાક તરત પચી જાય છે.

વેદો મુજબ દરેક આંગળીઓના ટેરવા શરીરમાં આવેલા સાત ચક્રોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ્યારે આપણે હાથેથી ખાઈએ છીએ ત્યારે ચક્રો એક્ટિવેટ થાય છે અને દરેક પ્રકારે આપને ફાયદો પહોંચાડે છે.હવે તમને ભલે એવું લાગતું હોય કે હાથેથી ખાવું હાઈજેનિક નથી પરંતુ રીસર્ચ કહે છે કે તમારી ચોખ્ખી દેખાતી ચમચી જમવા પહેલા ધોયેલા હાથ કરતા વધુ ગંદી અને બેક્ટેરિયાવાળી હોય છે. જમતા પહેલા હાથ ધોવાથી તે સૌથી વધુ હાઈજેનિક બની જાય છે.

કોઈ એમ કહે કે શાક અને રોટલી પણ ચમચીથી ખાવ તો તમને થોડું અજુગતું લાગશે, અને ખરેખર અજુગતું જ છે. માટે જ તમારે હાથેથી ખાવાને પ્રીફર કરવું જોઇએ.જો તમને નોનવેજ ખાવ છો તો તમને ખબર હશે કે મોટાભાગની ભારતીય નોનવેજ ડીશ વીથ બોન હોય છે. જેને તમે હાથના યુઝ વગર ખાઈ જ ન શકો.ભારતના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતના શહેરી વિસ્તારમાં આજે પણ થાળીની જગ્યાએ પરંપરાગત પાનની પાતળમાં જમવામાં આવે છે. હવે અહીં તો તમને ચમચીનો ઉપયોગ જ ન કરી શકો.

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *