હવસખોર યુવક લલચાવી યુવતીને લઈ ગયો ફરવાને અને અલગ અલગ જગ્યાએ, લઈ જઈને જબરદસ્તી બાંધ્યા શારીરિક સંબંધ…પણ પછી..

મિત્રો આજના જમાનામાં આવા કિસ્સા બનવાએ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે.તિલકવાડા તાલુકાના ફતેપુર ગામમાં એક 19 વર્ષીય યુવાને ગામની જ સગીરાને લગ્ન કરવાનાં ઇરાદે લલચાવી ફોસલાવીને 20 દિવસ પહેલા ભગાડીને લઇ ગયા બાદ અલગ અલગ જગ્યાએ બળાત્કાર કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એક રાત્રીએ ફતેપુર ગામના કિરણ બારીયાએ તેના જ ગામની 17 વર્ષીય સગીર યુવતીનું અપહરણ કર્યું હતું. જે બાદ ભોગ બનનાર સગીરાના પિતાએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ ગત રોજ આરોપી કિરણ બારીયા ઝડપાઇ ગયો હતો. સાથે ભોગ બનનાર સગીરા પણ મળી આવેલ. જે બાદ તપાસમાં બળાત્કાર થયાનું ખુલતા જ પોલીસે બળાત્કાર અને પોકસો એકટની કલમ 4 નો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી છે.

મિત્રો આ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ભોગ બનનારને અંબાજી ખાતે લઈ ગયો હતો. હાલમાં ભોગ બનનાર સગીરાના મેડિકલ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી ચાલુ છે. તપાસ અધિકારી સર્કલ પોલીસ ઈન્સ્પેકટર આર.એન.રાઠવાએ તીર સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, બળાત્કારની કલમ ઉમેરીને આરોપીની ધરપકડ કરી છે અને હવે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરીશું.

મિત્રો બીજો એક એવો કિસ્સો છે જે તીલકવાડા તાલુકાની એક ૧૭ વર્ષીય સગીરા પર અપહરણ અને દુષ્કર્મ કર્યા અંગેની ફરીયાદ તીલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે છોટાઉદેપુર તાલુકાનાં ભંગીયાવાડનાં આરોપી જયેશ ભીલની ધરપકડ કરી દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ જેલ હવાલે કર્યો છે.

મિત્રો તીલકવાડા પોલીસનાં જણાવ્યા મુજબ આરોપી જયેશ ભીલે તીલકવાડા તાલુકાની એક ૧૭ વર્ષીય સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો અને બાદમાં સગીરાના પિતાએ અપહરણની ફરીયાદ નોંધાવી હતી અને બાદમાં પોલીસે આરોપી અને ભોગ બનનારને મોરબી ખાતેથી એક પાણીની ફેકટરીમાંથી શોધી કાઢ્યા હતા.

સગીરાનાં મેડીકલ ચેકઅપમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું ફલીત થતા ગઇકાલે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમ મુજબ ગુનો દાખલ કરીને આરોપી જયેશને જેલ હવાલે કર્યો છે. અને કોર્ટમાં રજુ કરીને વધુ તપાસ માટે રીમાન્ડની માંગણી કરાશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

Leave a Comment