Breaking News

હવસની ભૂખી યુવતી એકજ દિવસમાં બોયફ્રેન્ડ સાથે એટલી વાર શારીરિક સંબંધ બાંધતીકે આંકડો જાણી ચોંકી જશો.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું? એક પતિ

સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.મારી ગર્લફ્રેન્ડ મને મોખીક સેક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહ ખરો? બીજું, મોખીક સેક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી.

મોખીક દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી. કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મોખીક સેક્સ કરવાથી એચઆઈવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે, પરંતુ જો એક પાર્ટનરને ઈન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે. બેમાંથી બિનચેપી પાર્ટનરને મોમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જન અંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. અજાણી વ્યક્તિ સાથે મોખીક સેક્સમાં રાચવાનું રિસ્કી જરૂર છે.

હું એક નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું?પ્રથમ રાત્રિ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો. તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો. શક દામ્પત્યજીવનનાં પાયાને ડગમગાવી નાખે છે.

હું એક પરિણીત યુવક છું. મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે. એ પણ પરણેલી છે. અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે. બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ, પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ. આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ. પણ અમે કદી એવું કામ નથી કર્યું, જેથી અમને પસ્તાવો થાય.

આમ છતાં બંનેને એક ડર હંમેશાં રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરનાંને ન થઈ જાય. શું કરીએ, જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય? તમારે પરસ્પર પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ. ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો. ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય, પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તેનાં લગ્ન થઈ ગયાં છે. લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો. મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી.

મેં નક્કી કર્યું કે છોકરીનાં મા-બાપને આ બધું જણાવી દઉં, પરંતુ પહેલાં હું પેલા છોકરાને મળવા માગું છું. શું મારો નિર્ણય બરાબર છે? તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય. તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બને. જો તે ન માને, તો તેનાં મા-બાપ અથવા પેલા છોકરાને મળવું યોગ્ય રહેશે.

હું એક પરિણીત સ્ત્રી છું. એક ખાનગી સંસ્થામાં કામ કરું છું. મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ. તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી. એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો. છૂટાછેડા આપવા સુધીની વાત આવી. પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું. મેં આ વાત મારા સહકર્મચારીને કહી. બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો.

વાત મારામારી સુધી પહોંચી. સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું. સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા. બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો. હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું. તો મારે શું કરવું જોઈએ.ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં, નહીં તો આ પ્રકારની વાત બને છે. હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.

મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે. અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ. મારા પતિ રોજ (ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ) શરીર સંબંધ બાંધે છે. ખૂબ જ મજા આવે છે, પરંતુ મારી એક પરિણીત સહેલીએ મને ડરાવી છે. તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે. વધુ સંબંધ બાંધવાથી રોગ તથા ઘણીવાર એઈસ પણ થાય છે. એ પછી હું ડર અનુભવું છું. પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી. બકવાસ કરે છે. શું કરું? તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે? સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ? એક યુવતી

તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો. લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે. આવું જ્ઞાન તેઓ બધાંને વહેંચે છે. શરીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી. એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે. એટલે તમે જીવનનો આનંદ લૂટો. જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી.

હું એક વિધવા છું.મારી મૂંઝવણ મારી દીકરીના કારણે છે. મારી ૨૪ વર્ષની પુત્રી એક પરણેલા અને બાળબચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે. હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ. ઘણીવાર ઝઘડા થાય છે. હું રોજ તેને સમજાવું છું. એકથી એક દેખાવડા અને યોગ્ય છોકરા તરફથી માંગા આવે છે, પરંતુ તે મક્કમ છે કે તે એ જ યુવાન સાથે લગ્ન કરશે. તે બાળબચ્ચાંવાળો છે. હજુ સુધી તેણે તેની પત્નીને છૂટાછેડા પણ આપ્યા નથી. મારી પુત્રી કહે છે તે છૂટાછેડા લઈ લેશે. તે વ્યક્તિ સરકારી નોકરીમાં છે. શું હું તેના વિરુધ્ધ કશું પગલું ભરી શકું? એક સ્ત્રી

સૌ પહેલાં તો તમે તમારી પુત્રીને સમજાવો કે તે શા માટે બીજી સ્ત્રીનું ઘર ભાંગી રહી છે. જે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપી શકે છે તે કાલે તેના તરફ વફાદાર રહેશે ખરો? તેના પ્રેમીને બોલાવીને ધમકાવી શકો છો કે તેણે તમારી પુત્રી સાથે લગ્ન કર્યા તો તમે તેની વિરુધ્ધ પગલાં ભરશો. જો તમારી પુત્રી તમારી વાત નથી સમજતી અને લગ્ન માટે મક્કમ છે તો તેને કહો કે પહેલાં તો તેના પ્રેમીના છૂટાછેડા થઈ જવા દે.

ત્યાર પછી લગ્ન કરે, નહીં તો તેનાં લગ્ન કાયદેસરનાં નહીં રહે. સારી વાત તો એ છે કે તે વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા નહીં જ આપે. જો છૂટાછેડા માટે તૈયાર પણ થશે તો છૂટાછેડા લેવાની વિધિ એટલી લાંબી હોય છે કે તે પૂરી થતાં સુધીમાં તમારી પુત્રી પરનું પ્રેમનું ભૂત કદાચ ઊતરી જશે.

શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે.

અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી. તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

હું ૧૭ વરસની છું. અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે. એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી. મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી. તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટછાટ લીધી હતી. હવે તેને સમાગમ પણ કરવો છે. પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી. તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે. મારે શું કરવું એ જણાવવા વિનંતી.

આ છોકરો તમને છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે. કારણકે, આને તમારી પ્રત્યે પ્રેમ નથી. તે માત્ર તમારો ઉપભોગ જ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે. નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે. આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી પડખે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો. આવા છોકરા પાછળ આંસુ સારીને કોઇ અર્થ નથી.

હું ૩૩ વરસની છું. નોકરી કરું છું. મારે એક પુત્રી છે. મારા પતિ પણ સારા છે. પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી મારે અમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે. તેની ઉંમર ૩૨ વર્ષની છે. હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે. તે મારી સાથે વાત પણ કરતો નથી. તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે. તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો. મને કોઇએ કહ્યું કે તેના બીજી સ્ત્રી સાથે અફેર છે. હું તેને ભૂલી શકતી નથી. મારે શું કરવું?

તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે. લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે. તમે કહો છો તમારા પતિ સારા છે. તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું? તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો. શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા? આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો. તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.

હું ૩૩ વરસની છું. મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે. મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે. તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી. તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી. નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે. તેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી. હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તેઓ સમજતા નથી. હવે હું કંટાળી ગઇ છું. શું કરવું એ મને સમજ પડતી નથી. પિયરમાં પણ મને સહારો નથી. યોગ્ય સલાહ આપશો.

શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો. તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે. તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે. એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો. પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે. શું તમે નોકરી કરી એકલા રહી શકો છો? આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે? આ બધો વિચાર કરીને જ આગળ વધજો.

મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે. અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી. તેના પર તેના પરિવારની જવાબદારી છે. મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી. તેઓ મારે માટે છોકરો શોધે છે. હું મારા પ્રેમીને છોડવા માગતી નથી. અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે. શું કરવું તે જ સમજાતું નથી.

યોગ્ય સલાહ આપવા વિનંતી. માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી. યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે. નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે. આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.

આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે. આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે. શક્ય છે આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે. તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે. આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી. એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *