જલારામ બાપાના પરિવારજન નું મૃત્યુ થતાં સમગ્ર વીરપુરમાં શોકનું મોજુ ફરી વળ્યું…

0
350

ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં સંત જલારામ બાપાનું મંદિર આવેલું છે.આ ગામ રાજકોટ શહેરથી 52 કિલોમીટરના અંતરે આવેલું છે. આ વિશ્વનું પહેલું અને છેલ્લું મંદિર છે જ્યાં તમે કોઈ પણ પ્રકારનો પ્રસાદ ચઢાવી શકતા નથી. પછી તે પૈસા હોય મીઠા હોય કે ફૂલ કે કોઈ પણ પ્રકારનો પ્રસાદ હોય.જલારામબાપાનું મુખ્ય મંદિર ભગવાન

રાજકોટમાં બિરાજમાન જલારામ બાપાને આજે દરેક જાણે છે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને દરેક લોકો માટે ભોજન આપવામાં આવે છે ત્યાંથી કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા પેટે પાછો આવતો નથી પરંતુ આજે જલારામ વિરપુર માં એક દુઃખદ ઘટના ઘટી છે.

જલારામ બાપા ના પરિવારમાં રસિકબાપા ના પત્નીનું અચાનક જ નિધન થયું છે. નિધન થતા સવારે 9 વાગ્યે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.અચાનક જ દુઃખદ ઘટના સામે આવતા વીરપુરમાં દરેક વ્યક્તિ હવે ધંધા બંધ કરીને આ અંતિમયાત્રામાં જોડાયા હતા. તેમજ જલારામ બાપાના દર્શન અને અન્ન ક્ષેત્ર દરેક વ્યક્તિઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

પરંતુ આજે વીરપુરમાં દરેક ધંધા રોજગાર બંધ કરીને સ્થાનિક લોકો તેમની અંતિમયાત્રા જોડાયા છે.સમગ્ર વીરપુરમાં આજે શોકનું મોજું ફરી વળ્યું છે અને ફક્ત ગ્રામજનો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આજે દુઃખ છવાઈ ગયું છે. આ અંતિમયાત્રામાં ફક્ત સ્થાનિક લોકો જ નહીં પરંતુ દૂર દૂરથી લોકો પણ જોડાયા હતા.

આ અંતિમ યાત્રા વીરપુરના રાજમાર્ગ થઇને પૂજા જલારામ બાપાના મંદીરે તે મુક્તિધામ સુધી પહોંચી હતી. દરેક લોકો આ અંતિમયાત્રામાં જોડાણા હતા. અને દરેક વ્યક્તિઓના આંખમાં દુઃખના આંસુ જોવા મળી રહ્યા હતા અને આજે જલારામ મંદિરમાં દરેક લોકો ખુબ જ દુઃખી જોવા મળી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.