ગૃહિણીઓ માટે માઠા સમાચાર : સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ફરી એક વખત થયો વધારો…

0
767

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી અને ખાદ્યતેલના ભાવ દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. એક તરફ દેશની સામાન્ય જનતાની આવક ઘટી રહી છે અને બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

ખાદ્યતેલના ભાવની વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સતત ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. સિંગતેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે અને કપાસિયા તેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે.

તહેવારની સિઝન ચાલી રહી છે અને ખાદ્યતેલના ભાવમાં દિવસેને દિવસે વધારો થતો રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થવાના કારણે સામાન્ય જનતા મુંઝવણમાં મુકાય છે. સીંગતેલના ડબ્બાની વાત કરીએ તો સીંગતેલના ડબ્બાનો પહેલાનો ભાવ 2550 રૂપિયા હતો.

પરંતુ ભાવ વધારા સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ 2610 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કપાસિયા તેલના ડબ્બાનો પહેલાનો ભાવ 2545 રૂપિયા હતો. પરંતુ ભાવ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2615 રૂપિયા પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ હજુ પણ આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.

જો આ જ રીતે ખાદ્યતેલના ભાવમાં વધારો થતો રહ્યો હતો. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે. ખાસ કરીને સામાન્ય વર્ગની જનતાની ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની જશે. દેશમાં ખાદ્યતેલના ભાવની સાથે ગેસ અને શાકભાજીના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો થતો રહ્યો છે. તેના કારણે સામાન્ય જનતા ખૂબ જ મૂંઝવણમાં મુકાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.