આ તારીખથી ગુજરાતમાં આવી રહ્યો છે ભારે વરસાદ,આ વિસ્તારોમાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

0
6417

અરબી સમુદ્રમાં એન્ટી સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ પવનના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 મે થી એટલે કે આજરોજ થી ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતા વાદળ ઘેરાવાની શરૂઆત થવાની શક્યતાઓ રહેલી છે.

21 અને 22 એપ્રિલના રોજ આકાશ કાળાં વાદળોથી ઘેરાઈ શકાય તેવી શક્યતા છે અને આવતીકાલે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અને પરમ દિવસ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે.કમોસમી વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

હવામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધતા અઠવાડિયાના અંત સુધીમાં ઉકળાટ નો સામનો કરવો પડશે તેવી શક્યતા રહેલી છે. આ સમય દરમિયાન સોમવારે મુખ્ય પાંચ શહેરો નું તાપમાન એક ડીગ્રી થી ઘટીને 39 ડિગ્રીથી 40.1 ડિગ્રી ની વચ્ચે રહ્યુ હતું. બીજી બાજુ વહેલી સવારે ભેજનું પ્રમાણ 60 થી 65 ટકા અને બપોરે 21 થી 25 ટકાની વચ્ચે રહેતા લોકોનો અસહ્ય ઉકળાટ નો સામનો કરવો પડ્યો હતો.

આવતીકાલ અને પરમ દિવસે કમોસમી વરસાદના સમયે ગાજવીજ સાથે ભારે પવન પણ ફુંકાઈ શકે છે અને આ દરમ્યાન પ્રતી કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.વર્ષ 2012 થી 2021 સુધીના છેલ્લા દસ વર્ષમાં 3 વખત એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પડી ચૂક્યો છે.જેમાં ગત 20 એપ્રિલ 2013,ગત 12 એપ્રિલ 2015 અને ગત 17 એપ્રિલ 2017 માં વરસાદ પડ્યો હતો.

કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કાપણી કરેલો પોતાનો પાક સુરક્ષિત સ્થળે મૂકવા સલાહ આપવામાં આવી છે અને આ સાથે પશુપાલકોને પશુઓની ખુલ્લી જગ્યા કે ઝાડ નીચે ન બાંધી અને સુરક્ષિત સ્થળે રાખવા કહેવામાં આવ્યું છે. આ સાથે વરસાદ પડતાં શક્ય ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.