અમદાવાદીઓ થઈ જાવ તૈયાર..! કડાકા ધડાકા સાથે આ સમયમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ,જાણો

0
179

ગુજરાત રાજ્યમાં ચોમાસા નો સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને લોકોને ખુશી જોવા મળી રહી છે. ઘણા વિસ્તાર એવા છે જ્યાં હજી પણ વરસાદ નથી પડ્યો અને વલસાડ અને વડોદરા તેમજ ભરૂચ ની અંદર સારો વરસાદ પડી ગયો છે.સુરત શહેરની અંદર પણ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે

અને સુરત શહેરમાં આજ સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અમદાવાદ શહેરના લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેમજ અમદાવાદ શહેરમાં એક બે વાર વરસાદ આવી ગયો છે અને વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો.ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો વરસાદ આ વર્ષે ઓછો હોય પરંતુ આજે

તથા આવનારા દિવસોની અંદર વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદની અંદર ઘણી વખત વરસાદ પડતો નથી.ગયા વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે વરસાદ ઓછો થયો પરંતુ આજે તથા આવનારા દિવસોની અંદર ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદની અંદર ભારે વરસાદ પડવાની રહેશે અને સાથે જ બપોરના સમયગાળા દરમ્યાન વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ છવાઈ ગયો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત ની અંદર આવેલા NDRF ની ટીમને પણ મદદ કરવા માટે ઉતરી આવી હતી.

આજના દિવસે અમદાવાદ ની અંદર બપોરના સમયગાળા ચાર થી છ કલાકના સમયગાળાની અંદર વરસાદ તૂટી પડવાની સંભાવનાઓ છે.દક્ષિણ થી લઈને ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાએ મહેર કરી છે ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી,પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.