દીકરી ગ્રીષ્મા ના મૃત્યુ પછી તેના ભાઈ ધૂર્વે કોર્ટમાં જુબાની આપતા કહ્યું એવું કે ત્યાં હાજર બધા લોકો થઈ ગયા ભાવુક

0
357

સુરતમાં પાસોદરામાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. પાસોદરા પાટીયા પાસે આવેલા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા ફેનીલ ગોયાણી નામના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

સાથે જ તેમણે એવું પણ કહ્યું કે તાત્કાલિક આરોપીને સજા આપવામાં આવે અને અમને તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે.ત્યારે આ કેસ મામલે આજે મોટા સમાચાર સામે આવી રહા છે.આ કેસ નો આરોપી ફેનીલ ગોયાણી ને કોર્ટ સુનાવણી માટે સુરતની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો તે દરમ્યાન ફેનીલ કોર્ટ રૂમમાં જ બેહોશ થઇ ગયો હતો

એટલે તેને તાત્કાલીક 108 માં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર અંગે ડોક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.હાલમાં સુરત કોર્ટમાં ગ્રીષ્મા ના ભાઈ ધ્રુવ ની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી. ત્યારે તેને કોર્ટમાં કહ્યું કે મારી સામે જ ફેનીલે મારી બહેન નો જીવ લઈ લીધો.

તેને કહ્યું કે પહેલા તેને મારા મોટા પપ્પા અને મારા પર નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા અને ત્યારબાદ મારી બહેન દોડતી દોડતી બહાર આવી એટલે તેને તેનું ગળું પકડીને તેનો જીવ લઇ લીધો.આપને જણાવી દઇએ કે દીકરીનો ભાઈ ધુર્વ કોર્ટ મા જુબાની આપતી વખતે ભાવુક થઈ ગયો હતો.દીકરી ને ઝડપથી ન્યાય મળે અને ફેનીલ ને કડકમાં કડક સજા મળે તેની બધા લોકો માંગ કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.