રાજકોટના ઉદ્યોગપતિની અંતિમ યાત્રામાં આખું શહેર હીબકે ચઢ્યું,પરિવારના લોકો તો રડી રડીને થઈ ગયા હતા બેહાલ

0
471

આજ-કાલ અવારનવાર આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે માણસ કોઈ પણ કારણસર પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે મજબૂર પણ બનતા હોય છે. ત્યારે એવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે કે જ્યાં એક રાજકોટના ઉદ્યોગપતિએ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

ગતરોજ એક એવા જ આપઘાતની ખબર આવતાની સાથે જ આખા ગુજરાતને જગ જોડીને રાખી દીધું છે. વાત કરીએ તો રાજકોટના પ્રખ્યાત એવા બિઝનેસમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરીને મોતને વહાલું કર્યું છે. ગત રોજ પાટીદાર સમાજના અગ્રણી એવા મહેન્દ્ર એ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. નક્ષત્ર એપાર્ટમેન્ટ પાસે આવેલી પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી ને પોતે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ સમગ્ર વાતની પરિવારને જાણ થતાની સાથે જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મહેન્દ્ર ફળદુની અંતિમયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. સમાજના અગ્રણીઓ પણ તેમની અંતિમ વિદાય આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ બિઝનેસમેન એવા મહેન્દ્રની અંતિમ યાત્રા નિકળી ત્યારે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો અને હૈયાફાટ રૂદન પણ થયું હતું. પરિવારના સભ્યો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

મહેન્દ્રના જુના ફોનમાંથી પ્રેસનોટ કે જે કેટલાક વ્યક્તિઓને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવી હતી, એ પ્રેસનોટ ફોટા સ્વરૂપે વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવી છે. એની સાથે ફોટા મંગળવારના રોજ પાડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પણ આ મામલે શોધખોળ કરી રહી છે. આત્મહત્યા પાછળ થોડાક શંકા ઉઠાવતા સવાલો પણ સામે આવ્યા છે. સુસાઇડ નોટ કોમ્પ્યુટર લેખિત છે અને શંકાસ્પદ વસ્તુ એ છે કે આ સુસાઇડ નોટ કોણે લખી છે? તે પણ સવાલ અહીં ઉભો થયો છે.

એટલું જ નહીં પણ પ્રેસનોટ ની સાથે સાથે તેમનો એક ઓડિયો ક્લિપ પણ સામે આવ્યો છે. તેમાં એવું કહી રહ્યા છે કે ઓઝોન ગ્રુપના ત્રાસથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે. જ્યારે આ મામલે પોલીસને જાણ થઈ હતી ત્યારે પોલીસે સાત લોકો સામે ફરિયાદ પણ નોંધી છે અને હજુ પણ પોલીસ કમિશનર દ્વારા તપાસના સુપરવિઝન માટે એસઆઇટીની ટીમ ની રચના પણ કરવામાં આવી છે. જલ્દીથી જલ્દી આ મામલે આત્મહત્યા પાછળનું રહસ્ય જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.