રવિ પાક ઘઉં લણની સિઝન ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ,હરિયાણા સહિત દેશના ઘણા બધા રાજ્યોએ લઘુતમ ટેકાના ભાવ પર ઘઉંની ખરીદી શરૂ કરી છે અને આ સાથે જ ખુલ્લા બજારમાં આવેલી મંડીઓમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત ઘણી જગ્યાએ ખેડૂતોને ઘઉં ની કિંમત નિયત MSP કરતા વધુ મળી રહી છે
જેમાં પંજાબ અને રાજસ્થાન ખુલ્લા બજારોમાં આવેલી મંડીઓમાં ખેડૂતોને ઘઉંના સૌથી વધારે ભાવ મળી રહ્યા છે.કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ના કૃષિ ખર્ચ અને ભાવ પંચે આ વખતે પણ રવિ પાકની MSP નક્કી કરી છે. જે અંતર્ગત પંચ દ્વારા રવી સીઝન 2022-23 માટે પ્રતિ ક્વિન્ટલ એમ એસ પી 2015 નક્કી કરવામાં આવી છે અને કિંમત તે તમામ રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે વહેલી સવારથી જ ખેડૂતો ખેતરમાં ઘઉં ભરીને વેચાણ માટે ઉમટી પડ્યા હતા. ગુરુવારે વેપારીઓએ કરેલી હરાજીમાં ખેડૂતોને પ્રતિ મણ 702 નો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને હિંમતનગર માર્કેટયાર્ડમાં 39225 મણ ઘઉંની ખરીદી થઈ હોવાનું વેપારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
હિંમતનગર માર્કેટયાર્ડમાં ગામડા ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ લોકો વેપારીઓ પાસે ઘઉંના વેચાણ માટે આવતા હોય છે અને હિંમતનગર માર્કેટ યાર્ડ દ્વારા વેપારીઓ અને ખેડૂતો સાથે સંકલન કરીને જાહેરમાં હરાજી કરીને ખેડૂતોને લાભ તે પ્રકારે ભાવની બોલી કરવામાં આવતી હોય તો આવતાં વેચાણ માટે આવેલા ખેડૂતોને સમયસર પૈસા મળી જાય
તેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોવાથી વધુ ને વધુ ખેડૂતો હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના વેચાણ માટે આવતા હોય છે.આ અંગે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું કે સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ ની જાહેરાત કરી હોવા છતાં હિંમતનગર માર્કેટયાર્ડમાં વેપારીઓ ઊંચા ભાવે ઘઉંની ખરીદી કરવાથી ખેડૂતોને લાભ થાય છે.વધુ ખેડૂતો ઘઉં વેચવા માટે હિંમતનગર માર્કેટયાર્ડ આવતા હોય છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.