પાણીઢોળ ની વિધીમાં કિશન ના ફોટા પર હાર ચઢાવતા રડી પડ્યા તેમના પિતા,કિશન ભરવાડ ની પત્ની…

0
35

ધંધુકા કિશન ભરવાડ મામલે ઘટનાને આજે 14 મો દિવસ થઈ ગયો છે. 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આખા ગુજરાતને કિશન ભરવાડ ના નિધન પર દુઃખ થયું છે ત્યારે કિશન ના પરિવાર ની આ સમયમાં ખૂબ જ કફોડી બની છે.

કિશન ના પિતા તેમના બારમા ના દિવસે કિશન ના ફોટા પર હાર ચઢાવતા વખેટે તેમના દીકરાને તસવીરમાં જોઈ ને રડવા લાગ્યા અને પછી ગમગીન થઈને બેઠા છે અને ન્યાયની આશા લગાવી રહ્યા છે.

કિશન ના સસરા વડોદરા થી ધંધુકા જમાઈની ઉત્તર ક્રિયા માં પહોંચ્યા હતા અને કિશન ના નાના ભાઈએ ઉત્તર ક્રિયા ની વિધિ કરી હતી.આપણે જણાવી દઈએ કે ધંધુકા નજીક આવેલા વતન ચચાણા ગામે કિશન ની ઉત્તર ક્રિયા રાખવામાં આવી હતી.

આ દરમિયાન તેના પરિવાર અને સગાસંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા. કિશન નો નાનો ભાઈ ઉતર ક્રિયા ની વિધિ માટે બેઠો હતો. બીજી તરફ આ કરુણ સમયે કિશન ની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ છે.

આમ તો શનિવારે વસંત પંચમી હતી અને રાજ્ય સહિત બધે જ લગ્નના ગીતો ગવાયા હતા જ્યારે દોઢ વર્ષના લગ્નજીવનમાં જ કિશનની પત્નીની વસંત ઉજડી ગઈ અને ગઈકાલે પતિની ઉત્તર ક્રિયા માં મરાશિયા ગવાયા હતા.

પરિવારજનોને સ્વજનો સતત સાંત્વના આપવા છતાં પણ તેની આંખોના આંસુ થમતા નથી.પત્ની ની સ્થિતિ ખરાબ રહેવાને કારણે એકાદવાર હોસ્પિટલ પણ લઈ જવાની ફરજ પડી હોવાની પણ ચર્ચા જોવા મળી હતી.જ્યારે પણ તે હોશમાં આવે છે ત્યારે તે સતત પતિને યાદ કરી ને કંઈ બોલ્યા કરે છે અને રડયા કરે છે અને ફરી પાછી હોશ ગુમાવે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.