Breaking News

હિટરનો ઉપયોગ કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો,બે ફુલકા જેવડી બાળકીઓની માતા નું થઈ ગયું મૃત્યુ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું જેમાં નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની પરિણીત મહિલાને આજે સવારના સમયે હિટરથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે મહિલા દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. જેને કારણે વધુ કરંટ લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં મહિલાનું મોત નિપજયું હતું. બનાવને પગલે પરિવારના હૈયાફાટ રુદનથી શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નડિયાદના અમદાવાદી બજારની બહાર સિંધી ચાલીની બાજુમાં રહેતા 30 વર્ષીય કાજલબેન મુકેશભાઈ ભીલ આજે સવારે પોતાના ઘરમાં કામકાજ કરી રહ્યા હતા. દરમિયાન હિટરથી પાણી ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેમણે વાસણમાં હાથ નાંખતા તેમનો હાથ હીટરને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો. કરંટ ઝાટકાથી તેઓ દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાયા હતા. જેને કારણે લોખંડના દરવાજા પર પણ તેમને કરંટ લાગ્યો હતો. જેથી બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા.

તેમણે તુરત જ લાકડીઓના પ્રહારથી મહિલાને લોખંડના દરવાજાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે લાકડીઓના પ્રહાર કરતી વખતે લાકડીઓમાં પણ કરંટ આવી રહ્યો હતો, એટલી હદે કરંટ બાદમાં સ્થાનિકોએ 108નો સંપર્ક કર્યો હતો, જો કે કોઈક કારણસર 108 ન પહોંચતા ખાનગી વાહન મારફતે મહિલાને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉકટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ લખાય છે ત્યાં સુધી ટાઉન પોલીસ મથકે બનાવ અંગે કોઈ નોંધ થવા પામી નથી.

બે નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી.મૃતક કાજલબેન (ઉં.વ.30)ના બે બાળકો હતા. એક 9 વર્ષનો પુત્ર અને એક 3 વર્ષનો પુત્ર. પતિ મજુરીકામ કરી જીવન ગુજરાન ચલાવતા હતા. જો કે કુદરતને જાણે શું મંજુર હોઈ તેમ સવારે અકસ્માતે બનેલ ઘટનાએ પરિવાર વેરવિખેર કરી નાંખ્યો હતો. કરંટ લાગવાથી કાજલબેનનું મોત થયું હતું બે નાનકડા બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારજનોના રુદનને પગલે વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.

આવીજ એક કિસ્સો ધનસુરા તાલુકાના હીરાપુરકંપાની સીમમાં વીજ કરંટ લાગતાં નારણપુરા ગામની માતા તથા પુત્રનું મોત નિપજયું હતું.ત્યારે આ ઘટના સંદર્ભે હિરાપુરકંપામાં નારણપુરા તથા હીરાપુર ગામના કેટલાક શખ્શોએ કંપાના ઘરોમાં લાકડીથી માર મારવા તેમજ ઘઉંના પાકને નુકશાન પહોંચાડતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યારે આ ઘટના સંદર્ભે ધનસુરા પોલીસ સ્ટેશનમાં બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત 79 શખ્સો સામે ફરીયાદ નોંધાઈ હતી.જે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશને હીરાપુરના રણજીતસિંહ કિશોરસિંહ પરમારે આપેલી ફરીયાદ મુજબ હીરાપુરકંપાની સીમમાં મકાઈના વાવેતર વાળા ખેતર નજીક વીજ કરંટ લાગતાં માતા તથા પુત્રનું મોત નિપજયું હતું.ત્યારે હીરાપુરકંપા થઈ નીકળતા હતા.ત્યારે એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી લાકડીઓ લઈ આવી ગાળો બોલી સાહેદોને હાથે પગે માર મારી મોટર સાયકલ ને નુકશાન પહોંચાડયું હતું અને એક મોટર સાયકલ સળગાવી દીધી હતી.કંપાના 19 વ્યક્તિઓ વિરૃધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.જયારે હીરાપુરકંપાના ડે.સરપંચ નટુભાઈ ભાણજીભાઈ પટેલ રહે.હિરાપુરકંપાના ઓએ પોલીસ સ્ટેશને આપેલી ફરીયાદ મુજબ હીરાપુરકંપા ગામની સીમમાં મકાઈના વાવેતર વાળા ખેતરમાં લગાડેલ વીજ વાયરોનો કરંટ લાગતાં માતા અને પુત્રનું મોત થયેલ.

જે. બનાવ ના અનુસંધાને ભેગા થયેલા માણસોને આ.નં.1 નાએ બીજા આરોપીને ખોટી રીતે ઉશ્કેરણી કરી ગેરમાર્ગે દોરવણી કરતા તમામ આરોપીઓ એ ગેરકાયદેસર મંડળી બની એક સંપ થઈ ઉશ્કેરાઈ જઈ હિરાપુરકંપા ના ફરીયાદી તથા સાહેદોના ઘરોને તોડફોડ કરવા તેમજ વાહનોને તોડફોડ કરી તેમજ ખેતીના પાકને નુકશાન કરવાના ઈરાદે લાકડી તથા પાઈપો તથા પથ્થરો સાથે લઈ આવી સાથે મો.સા.તથા ડાલા માં તેમજ દોડતા આવી પોતાનો ઈરાદો બર લાવવા પથ્થરો

અને પાઈપ તથા તોડફોડ કરી હુમલો કરી ઉભા પાક ને આગચંપી કરી સળગાવી નુકશાન કરી ગાળો બોલી લાકડીઓ તથા પાઈપો તેમજ પાવડા થી માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી જઈ જે જીલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામા નો ભંગ કરતાં હિરાપુરકંપા ના ડે.સરપંચ નટુભાઈ ભાણજીભાઈ પટેલે નારણપુરા તથા હીરાપુરના 89 ઈસમો વિરૂધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં ધનસુરા પોલીસે સામ સામે ફરીયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આવોજ એક કિસ્સો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામ ખાતે તિરુપતિ પેટ્રોલ પંપની બાજુમાં રહેતી મહિલા કપડાં સુકવવા માટે ગયા હતા તે દરમ્યાન તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને બચાવવા ગયેલ તેમના પુત્રને પણ વીજ કરંટ લાગતાં બંને માતા પુત્રના મોત નિપજ્યાં હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં ભીનાર ગામે આવેલ તિરૂપતિ પેટ્રોલ પંપની બાજુમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારના જસુબેન રમેશભાઈ ઢોડિયા પટેલ નાઓ આજે સવારે કપડાં સૂકવવા ગયા હતા ત્યારે વીજપોલને અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમનો પુત્ર હિતેન્દ્રભાઈ રમેશભાઈ ઢોડિયા પટેલ તેમને બચાવવા માટે ધસી ગયા હતા. તે દરમ્યાન તેમને પણ કરંટ લાગતા ઘટના સ્થળે જ માતા પુત્રનું મોત થયું હતું. બનાવ અંગે વાંસદા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવોજ એક કિસ્સો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગાજણા ગામમાં બ્રહ્મપોળમાં આજે સવારના સુમારે તાર ઉપર કપડા સુકવવા જતા પ્રૌઢ મહિલાને વીજ કરંટ લાગતા મહિલાના પુત્ર અને પુત્રવધુ તેણીને બચાવવા જતા તેઓને પણ વીજકરંટ લાગતા મહિલા તેમજ પુત્રવધુનું શરીરે ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજયું હતું. આ બનાવ અંગે ભાદરણ પોલીસને જાણ થતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોરસદ તાલુકાના ગાજણા ગામમાં દરબારગઢમાં આવેલ બ્રહ્મપોળમાં હેમંતકુમાર રાજેન્દ્રકુમાર પુરોહિત પોતાની માતા બીનાબેન ઉ.વ પપ અને પત્ની વૈશાલીબેન ઉ.વ ૩૨ સાથે રહે છે. આજે સવારે આઠ વાગ્યાના સુમારે બીનાબેન કપડાં ધોયા બાદ ઘર પાસે લગાવેલ તાર ઉપર કપડાં સુકવવા જતા તાર પાસેથી પસાર થતો વીજળીનો તાર કપડાં સુકવવાના તાર સાથે અડી જતા કપડાં સુકવવા ગયેલા બીનાબેનને વીજકરંટ લાગતાં તેઓ ચોંટી ગયા હતા. જેથી તેઓની બુમાબુમ સાંભળી હેમંતભાઈ અને વૈશાલીબેન ઘરની બહાર દોડી આવ્યા હતા અને તેઓ તાર સાથે બીનાબેનને છોડાવવા જતા તેઓને પણ વીજકરંટ લાગ્યો હતો. દરમિયાન ફળીયામાં રહેતા અન્ય લોકો પણ દોડી આવતી બીનાબેન, હેમંતભાઈ અને વૈશાલીબેનને છોડાવવા જતા અન્ય ચાર જણા પણ વીજકરંટ લાગતાં તાર સાથે ચોંટી ગયા હતા.

જેથી ફળીયાના લોકોએ તાત્કાલીક વીજ તારનો મુખ્ય પુરવઠો બંધ કરી દીધો હતો અને ગંભીરપણે દાઝી ગયેલા સાસુ બીનાબેન અને પુત્રવધુ વૈશાલીબેનને તાત્કાલીક સારવાર માટે બોરસદ સામુહિક હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા.જેથી આ બનાવ અંગે હોસ્પિટલના તબીબે ભાદરણ પોલીસને જાણ કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.વીજ કરંટ લાગવાથી સાસુ વહુનું મોત નિપજવાની બનાવને લઈને પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી જવા પામી હતી.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *