ગુજરાતી સિનેમાના પ્રખ્યાત કલાકાર એવા હિતેશ કનોડિયા હાલમાં જીવે છે આવું જીવન,જુઓ તેમની પત્ની સાથેના ખાસ તસવીરો

0
182

ગુજરાતી કલાકારો હાલ વિશ્વમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે. એકથી એક કલાકાર પોતાની વિશિષ્ટ કળાઓ થી લોકોના દિલ જીતી રહ્યા છે. કોઈ સંગીત કળા, તો કોઈ હાસ્ય કળા… કોઈ અભિનય કળા, તો કોઈ નૃત્યકળા…ત્યારે લોકો પણ ગુજરાતી કલાકારો પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

હાલ, આપણે આવા જ એક ગુજરાતી કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. બોલિવૂડમાં જેમ કપૂર પરિવારે પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે તેમ ઢોલીવૂડમાં કનોડિયા પરિવાર નું મહત્વનું યોગદાન રહેલું છે. તમને અંદાજ તો આવી જ ગયો હશે કે, આપણે કયા અભિનેતા વિશે વાત કરવાના છીએ…

આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયા વિશે… નરેશ કનોડીયાના પુત્ર એવા હિતુ કનોડિયાએ પોતાના પિતા તરફથી વારસામાં મળેલી અભિનય કલા બખૂબી નિભાવી છે. કહેવાય છે ને કે, “મોર ના ઇંડા ચીતરવા ના પડે…” પોતાના પિતાની જેમ જ હિતુ કનોડિયાએ પણ ગુજરાતી સિનેમા ઘરોમાં ખૂબ જ નામના અને લોકચાહના મેળવી છે.

તમને જણાવી દઈએ કે, એક કલાકારની સાથે તેઓ ઇડર વિધાનસભા ના ધારાસભ્ય તરીકે પણ જોડાયેલા છે. તેમના કરિયરની વાત કરીએ તો, ધોરણ 12 થી ફિલ્મ જગતમાં આગમન કર્યુ હતું. તેઓએ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલ તેઓ રાજકીય ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે. આમ તેઓ બોલિવૂડની સાથે-સાથે રાજકીય ક્ષેત્ર બંનેની જવાબદારી નિભાવી રહ્યા છે.

હિતુ કનોડિયા ના અંગત જીવનની વાત કરીએ તો… મોના થીબા સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય બની હતી અને દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. આ સફર દરમિયાન જ હિતુ કનોડિયા અને મોનાના લગ્ન થયા હતા. તેઓને હાલ એક પુત્ર છે જેનું નામ છે રાજવીર…

કનોડિયા પરિવાર નો રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન છે. મહેશ કનોડિયા લોકસભાના સાંસદ સભ્ય હતા અને નરેશ કનોડીયા ગુજરાતના કરજન વિધાનસભાના સભ્ય હતા. હિતુ કનોડિયાએ પોતાની કારકિર્દી દરમિયાન પોતાનાં માતા-પિતાનું પણ ખૂબ જ ધ્યાન રાખ્યું છે.

પોતાના રાજકીય સફર ની શરૂઆત તેઓએ વર્ષ 2012માં કરેલ હતી અને હાલ તેઓ ખૂબ જ સારું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે, હાલ તેઓની માધવ નામની સુપર એકશન ફિલ્મ પણ આવી રહી છે, જેને લઇને લોકોમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.