દાદરા નગર હવેલીમાં ચાલુ પરેડ દરમિયાન હોમગાર્ડના જવાનને આવ્યો હાર્ટ એટેક – જવાનનું કરુણ મૃત્યુ…

0
35

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા એક જવાનનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ જવાના પરિવારજનોમાં અને પોલીસ વિભાગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ દરમિયાન પોલીસ વિભાગના હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં જવાનું સવારે પરેડ દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા જવાનું નામ મોહન બારતા હતું. તેઓ ગલોન્ડાના રહેવાસી હતા. મોહનભાઈ દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં હોમ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.

મળતી માહિતી અનુસાર હાલમાં થોડાક દિવસથી દાદરાનગર હવેલીના એસપીના આદેશ અનુસાર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વસ્થ અને ફિટ રહે તે માટે દરરોજ સવારે પોલીસ ટ્રેનિંગ સેન્ટર સાયલી ખાતે કર્મચારીઓ સાથે હોમગાર્ડ ની ટીમ પરેડ કરી રહી હતી. પરેડ દરમિયાન મોહનભાઈ ની તબિયત અચાનક લથડી ગઇ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મોહનભાઈને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર વધારે પડતા તણાવના કારણે મોહનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મોહનભાઈના મૃત્યુના કારણે પોલીસ વિભાગમાં અને પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

હાલમાં પોલીસ વિભાગ સાથે હોમગાર્ડની ટીમને પણ કામનું ભારણ વધી ગયું છે. તેના કારણે હોમ ગાર્ડ મોહનભાઈ માનસિક રીતે અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. બસ આજ તણાવના કારણે મોહનભાઈને હાર્ટ એટેક આવી ગયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.