Breaking News

હુંફાળુ પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા,જાણી લેશો તો આજ થી ચાલુ કરી દેશો પીવાનું,જાણી લો ફટાફટ…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંમિત્રો તમે જાણો જછો, જળ એ જીવન કહેવાય છે. જળ એ માણસથી લઇને પશુ, પક્ષી, જીવ જંતુ દરેક માટે કુદરતે આપેલો એક અનોખો આહાર છે. ખોરાક વગર જીવી શકે છે. પરંતુ જળ વગર જીવન અશક્ય છે. અમે આજે પાણીની એક એવી વાત કરીશું. જેનાથી તમારું જીવન થઈ શકશે.

જાપાનના ચિકિત્સકો દ્વારા અનેક શોધો બાદ એક વાત બહાર આવી છે કે સવાર સવારમાં ગરમ હુંફાળું પાણી પીવાથી અનેક રોગોનો નિરાકરણ થઈ જાય છે. આ હૂંફાળું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ લાળ સક્રિય થઈ જાય છે અને આ લાળ શરીર ના પિત્ત અને હવાને શરીરની બહાર કાઢી નાખે છે. અશુદ્ધ દ્રવ્યોને સવાર નુ પાણી દૂર કરી દે છે. આ અશુદ્ધિઓ દૂર થવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે જે અમે આજે તમને જણાવીશું.

પાણી ન માત્ર જીવિત રહેવા માટે જરૂરી છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના ફાયદા પણ થાય છે. આ જ કારણ છે કે દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું જોઇએ. ત્યારે દિવસની શરૂઆત જો એક ગ્લાસ હુંફાળા પાણીથી કરવામાં આવે તો તેનાથી વધતા વજનથી રાહત મળે છે પાચન સંબંધિત કેટલીય સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. એવામાં હુંફાળું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.બદલાતા વાતાવરણમાં શરદી, ખાંસીનું જોખમ વધી જાય છે. એવામાં તેનાથી બચવા માટે દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી લઇ શકાય છે. તેમાં જો લીંબૂ પણ નાંખીને પીવામાં આવે તો તેનાથી શરીરની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. દરરોજ સવારે દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવામાં આવે તો ગેસ, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. આ ઉપરાંત પેટ સંબંધિત કેટલીય સમસ્યાઓ દૂર થાય છે અને કબજિયાતથી પણ રાહત મળે છે. હુંફાળું પાણી પીવાથી ગળામાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે ત્યારે થ્રોટ ઇન્ફેક્શનથી પણ છૂટકારો મળે છે.

હૂંફાળું પાણી પીવાના 10 દિવસમાં પાચન સંબંધી તમામ પરેશાનીઓ સારી થઈ જાય છે. તે સિવાય નાક કાન ગળા સંબંધી સમસ્યાઓમાં પણ ખૂબ જ રાહત થાય છે. આ ફાયદો મેળવવા તમારે નિયમિત પાણી પીવાનું રાખવું જોઈશે.પાણી પીવાના 15 દિવસમાં અને પીડા દાયક રોગમાંથી પણ છુટકારો મળે છે. સાથે સાથે કફ સંબંધી શરદી ખાંસી ઉધરસ વગેરે રોગને કાયમ માટે દૂર કરી દેશે…ગરમ પાણીના ત્રીસ દિવસના સેવન બાદ શરીરના રક્તચાપને પૂર્ણ રીતે સ્વસ્થ બનાવી દે છે અને ઘૂંટણ ના દર્દ માં પણ રાહત મળે છે.ચાર મહિના જેટલુ સેવન કર્યા બાદ શરીરના કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં લાવી દે છે. સાથે-સાથે અસ્થમા અને શ્વાસ ના રોગીઓને પણ ગરમ પાણી ખૂબ રાહત અપાવે છે.

ગરમ પાણી ના સેવન ના છ મહિના જેટલા સમય બાદ હૃદયની નળીઓમાં બ્લોકેજ પણ ખુલી જાય છે. નળી બ્લોક ના હોય તો બ્લોક થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી વાળ ખૂબ સુંદર બને છે. હા, ગરમ પાણી પીવાથી વાળમાં ચમક અને શક્તિ આવે છે. જે તેમને વધારે સુંદર બનાવે છે.જો તમને તાવ આવે છે, તો તમારે રાત્રે ગરમ પાણી પીવું જોઈએ. તે તમારા શરીરનું તાપમાન સંપૂર્ણપણે સામાન્ય બનાવશે અને તમને આરામદાયક લાગવાથી તમને ઊંઘ પણ સારી આવી જશે.

પથરીની સમસ્યા.

જો કોઈને પથરી થઇ હોય તો તેણે દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઇએ. જેના કારણે પેશાબના માર્ગ પરથી પથ્થર ધીમે થી બહાર આવવા લાગે છે.વધતું વજન આજની સામાન્ય સમસ્યા છે. એવામાં દરરોજ સવારે હુંફાળું પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલું ફેટ ઓછુ થવા લાગે છે અને વજનમાં પણ ઘટાડો થવા લાગે છે. ગરમ પાણી લોહીનું પરિભ્રમણ નોર્મલ બનાવે છે. આ સાથે જ શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં પણ મદદ કરે છે. હુંફાળું પાણી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી પેટ સાફ રહે છે, એટલા માટે પિમ્પલ્સ વગેરેની સમસ્યા પણ થતી નથી. હુંફાળું પાણી થાકને દૂર કરે છે અને બ્લડ પ્રેશરને પણ સંતુલિત બનાવે છે.ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે.અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.

જો નાજુક કાયા માંગતા હોય તો રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવી પીવાથી બોડી સ્લીમ થઈ જશે.  સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.
જો તમે ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીતા હોય તો તેનાથી પાચનની સમસ્યાઓ થાય છે. હા, તેલયુક્ત ખોરાક ખાવાથી અથવા તરત જ ઠંડું પાણી પીવાથી તૈલીય પદાર્થ સોલિડમાં ફેરવાય છે, જે પચવામાં સરળ નથી અને તમને ગેસ, કબજિયાત વગેરેની સમસ્યાઓનું કારણ બને છે. તેથી ખાધા પછી ગરમ પાણી પીવાની આદત બનાવો અને સ્વસ્થ બનો.

આખી રાત માટલામાં રાખેલું પાણી ઠંડુ પાણી કહેવાય. ફ્રિઝમાં રાખેલું પાણી ઘણું ઠંડુ હોય છે. આથી પિત્તનાં રોગથી પીડાતા હોય તેઓએ ફ્રિઝકોલ્ડ નહીં પરંતુ માટલામાં રાખેલું ઠંડુ પાણી પીવું. ઠંડા પ્રદેશમાં રહેતાં હોય કે માટલું ન વાપરતા હોય તેઓએ સાદું પાણી પીવું. હાયપર એસિડીટી, GERD એસિડરિફ્લક્સ, પેપ્ટિક અલ્સર, તજા ગરમીથી પીડાતા હોય તેઓએ ગરમ કે હુંફાળું પાણી ન પીવું. સાદું પાણી પીવું. જો કે માટીના પાત્રમાં રાખેલા પાણીમાં હવાની આવ-જા થઈ શકે તેવા છિદ્રો હોય છે તથા માટીનાં શીત ગુણોની અસરથી પિત્તરોગીઓને વધુ ફાયદો થાય છે.

કેટલું પાણી પી શકાય?

માનવ શરીરની જૈવરાસાયણિક ક્રિયાઓ માટે શરીરનાં પ્રત્યેક કોષોમાં રક્ત તથા અન્ય ઉપયોગી પૌષ્ટિક તત્વો પહોંચી શકે તથા બિન ઉપયોગી પદાર્થો દૂર થાય તે માટે રક્ત, લસિકા તથા શ્વાસોચ્છવાસની ક્રિયાઓનું ખૂબ મહત્ત્વ છે. દરેક દેહધાર્મિક ક્રિયાઓમાં પાણી સીધી કે આડકતરી રીતે મદદરૂપ થાય છે. સામાન્ય જરૂરિયાત માટે દિવસનું ૮ થી ૧૦ ગ્લાસ અંદાજે ૩ લિટર જેટલાં પાણીની જરૂરિયાત હોય છે. જેમાં પાણી ઉપરાંત તરલ-પ્રવાહી ખોરાક-પીણાં પણ ગણી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખીએ તો સવારે ખાલી પેટે ૨ થી ૩ ગ્લાસ જેટલું પાણી પી શકાય. પરંતુ જો ટેવ ન હોય તો શરૂઆત ૧ ગ્લાસથી કરવી અને ધીરે-ધીરે તેનું પ્રમાણ વધારવું.

પાણી પીવાના અતિરેકથી થતું નુકશાન.

શરીરમાં જલિયાંશ આવશ્યક માત્રા કરતાં ઓછો થઇ જાય છે ત્યારે ડિહાઈડ્રેશન થઇ જાય છે. આથી વિપરીત જરૂર કરતાં વધુ માત્રામાં પાણી પી લેવામાં આવે ત્યારે ઓવરહાઈડ્રેશન થાય છે. જયારે શરીરમાં પાણી અને અન્ય ક્ષારો જેવાકે સોડિયમ, પોટેશ્યમ વગેરેની માત્રામાં સંતુલન જળવાતું નથી ત્યારે શરીરમાં નાની-મોટી બિમારીની સંભાવના વધે છે. અચાનક વધુ માત્રામાં જમા થઇ ગયેલાં પાણીને યોગ્ય રીતે શરીર બહાર કાઢી શકતું નથી, જેને પરિણામે ઇલેક્ટ્રોલાઈટ્સનું ઈમ્બેલેન્સ થવું સ્વાભાવિક છે. જયારે ક્ષારોનું સંતુલન ન જળવાય ત્યારે ઉલટી, ઉબકા, ચક્કર આવવા તો ક્યારેક બેભાન થઇ જવાની તકલીફ થઈ શકે છે. વધુ પ્રમાણમાં પાણી પી લેવાથી શરીરમાં જરૂરથી વધુ પાણી જમા થઇ જવાથી સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું થઇ જાય તેવા સંજોગોમાં  રોગ થઇ શકે છે જેને દૂર કરવા શરીરમાં સોડિયમનું પ્રમાણ જળવાઈ અને વધારાનું પાણી શરીરની બહાર કાઢવાની કૃત્રિમ વ્યવસ્થા કરવી પડે.

સ્પોર્ટ્સમેન, દોડવીરો વગેરે રમતગમત દરમ્યાન વધુ પ્રમાણમાં શારીરિક શ્રમ કરે ત્યારે શ્વાસોચ્છવાસની ગતિ વધી જાય તે સ્વાભાવિક છે. તેઓને ગળું સૂકાવા લાગે, તરસ લાગે ત્યારે પાણી પીવું પડે છે. પરંતુ જો શરીરની જરૂરિયાતથી વધુ માત્રામાં પાણી પી લેવાથી ઇલેક્ટ્રોલાઈટ્સ ઈમ્બેલેન્સ થવાથી મસલ્સ ખેંચાવા,ઉલટી-ઉબકા જેવી તકલીફ થઇ તેઓનું પર્ફોમન્સ બગડી શકે છે. આથી જ રમતવીરો દોડવીરોને, લાંબો સમય રમત રમતાં ખેલાડીઓને રમત પહેલા અને રમત પછી તેમનું વજન માપવામાં આવે છે. વજનમાં કેટલો ઘટાડો થયો તેને અનુરૂપ કેટલું પાણી પીવું તે સૂચવવામાં આવે છે. જયારે વધારે પ્રમાણમાં પાણી પીવાનું થાય ત્યારે ઇલેક્ટ્રોલાઈટ્સ ઉમેરી પાણી પીવડાવાય છે. પાણી કુદરતી અને નિર્દોષ પ્રવાહી છે તેમ છતાં આવશ્યક પ્રમાણથી વધુ અતિરેક કરવાથી કિડની, સ્નાયુ વગેરેને નુકશાન પણ થઇ શકે છે.અનુભવસિદ્ધ :વ્ક્તિગત પ્રકૃતિ, જીવનશૈલી તથા જરૂરિયાત અલગ-અલગ હોવાથી આરોગ્યલક્ષી પ્રયોગોમાં પણ સમય, માત્રા તથા સ્વયંની પ્રકૃતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..

About Admin

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *