80 કિલોમીટરની પુરપાટ ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું આસની, જાણો ગુજરાત પર શું થશે અસર

0
2987

બંગાળની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલું લો-પ્રેશર આજે પ્રવર્તે તેવી શક્યતા છે. વાવાઝોડું આસની આવવાની પૂરેપૂરી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને અંદમાન અને નિકોબાર પ્રશાસને 21 માર્ચ એટલે કે આજથી સાવચેતી તરીકે કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે.

બપોરથી ટાપુ ના કેટલાક ભાગોમાં ભારે વરસાદ શરૂ થયો છે.ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ રવિવારે જણાવ્યું કે ચક્રવાત આસની અંદમાન ટાપુઓથી મ્યાનમાર અને દક્ષિણ બાંગ્લાદેશના કિનારા તરફ આગળ વધવાની સંભાવના છે. તેમને કહ્યું કે ચક્રવાત અંદમાન ટાપુઓ પર ત્રાટકે તેવી શક્યતા નથી.

IMD અનુસાર બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં લો પ્રેશર એરિયા બનવા ને કારણે 21 માર્ચ સુધીમાં 70 થી 80 કિલોમીટરની પ્રતિ કલાક ની ઝડપે વાવાઝોડું આવવાની સંભાવના છે.IMD દ્વારા જારી કરાયેલા સ્પેશ્યલ બુલેટિન અનુસાર દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ અંદમાન સમુદ્ર પરનું દબાણ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યો હતો.

રવિવારે સાંજે સાડા પાંચ વાગે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું.IMD બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે તે આગામી 12 કલાક દરમિયાન ડીપ ડિપ્રેશન માં અને ત્યારપછી ના 12 કલાક દરમ્યાન ચક્રવાતી તોફાન માં તીવ્ર બને તેવી શક્યતા છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગરમી વધવાને કારણે અરબી સમુદ્ર અને હોય છે બંગાળના ઉપસાગરમાં થી ભેજ ઉપર આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાવા પામ્યું છે.

જેને કારણે એક થી બે દિવસ ગરમીમાંથી રાહત મળી શકે છે.25 થી 27 માર્ચના દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે તેવું અનુમાન હવામાન દ્વારા લગાવવામાં આવ્યો છે.સાથે કેટલા વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે. આ સાથે 31 માર્ચના ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.