લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવાર ને નડ્યું ગમખ્વાર અકસ્માત,આંખ ના પલકારે ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું થયું મૃત્યુ

0
253

આજકાલ અકસ્માત ઘટના એ ખૂબ જ જોર પકડ્યું છે. અને આવા અકસ્માતોના પરિણામે લોકોને જીવ કો બેસવાનો વારો પણ આવતો હોય છે. આ ઉપરાંત અવારનવાર અકસ્માત થવાના કારણે પરિવાર પણ વેરવિખેર થઈ જતા હોય છે. આજે આવો જ એક હસતો ખેલતો પરિવાર ભાંગી પડયો છે.એકસાથે પરિવારના 2 સદસ્યોનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની…. અહીં એક લગ્ન સમારોહ માંથી પાછા ફરતી વેળાએ આ પરિવારને ભયંકર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. તેમની કાર અચાનક જ ખીણમાં ખાબકી હતી. તમને જણાવી દઈએ કે, આ કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

લગ્ન સમારોહમાં હાજરી આપી પાછા ફરતા સમયે આ પરિવારને ભયંકર અકસ્માત નડ્યો હતો, જેમાં પાંચ માંથી બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા છે. કારમાં સવાર ઇન્દ્રસિંહ કે જેમની ઉંમર ૩૩ વર્ષ છે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જયારે તેમની પત્નીને પણ ફરજ પર રહેલા તબીબે મૃત જાહેર કરી હતી.

અન્ય પરિવારજનોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇન્દ્રસિંહ ના પત્ની કાંતા દેવીનું પણ મોત થયું હતું. એક સાથે આ યુગલ નું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.

આ કારમાં સવાર અન્ય લોકો ડોલા રામ (ઉંમર- 40 વર્ષ), પ્રભાદેવી (ઉંમર- 32 વર્ષ) અને રૂહીન (ઉંમર-7 વર્ષ) હતી. તેઓને પણ ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સારી વાત એ છે કે તેઓને વધારે પ્રોબ્લેમ આવ્યો ન હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.