સાથે જીવીશું સાથે મરીશું! આ કહેવતને સાર્થક કરી આ પતિ પત્નીએ,બંનેની એક સાથે ઊપડી અર્થી

0
188

આજે અમે તમને પતિ-પત્નીના અજોડ પ્રેમ વિશે જણાવવાના છીએ અને તેના વિશે જાણકારી આપવાના છીએ.હાલ માં જ એક ઘટના સામે આવી છે તે જાણી ને તમે હચમચી જશો.એ દ્રશ્ય કેવું લાગે જ્યારે પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હોય તે જ આંગણામાં બંનેની અર્થી એકસાથે કાઢવામાં આવે.

બંનેની ચિતાને એકસાથે મુખાગ્નિ આપવામાં આવી હતી. બંનેની તમામ પ્રકારની અંતિમ વિધીઓ એક સાથે કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના દરમ્યાન હાજર રહેલા તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઇ ગામ ની આ વાત છે.

ત્યાંના વાલમજી ભાઈ અને તેમના પત્ની દયાબેન એક જ દિવસે ભગવાન ના ઘરે ગયા હતા. જન્મો જનમના સંગાથી એવા પતિ પત્ની ની દિવ્ય આત્માને એક જ દિવસે મહાપ્રયાણ થયું હતું.સાતેય જન્મ નો સાથ પ્રેમીઓ પતિ-પત્ની માંગતા હોય છે.

એક જ દિવસે પતિ અને પત્નીનું મૃત્યુ થતા બંને ના પાર્થિવ દેહને એક જ ઘરમાંથી કાઢવામાં આવ્યા હતો. મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકામાં વલમજી ભાઈ નું મૃત્યુ આશરે 28 માર્ચ ના રોજ સવારે 8:00 વાગ્યે થયું હતું અને બંને પતિ પત્નીના મૃત્યુનું અંતર માત્ર એક કલાકનો સમયગાળો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે બંને પતિ-પત્ની ની જન્મતારીખ પણ એક જ દિવસ હતી.

આપને જણાવી દઇએ કે તેમની ઉંમર 58 વર્ષની હતી અને તેમની પત્નીની ઉંમર પણ પણ 58 વર્ષ ની જ હતી. તેમનું નામ વાલજીભાઈ ગણેશભાઈ વામજા હતું અને તેમની પત્નીનું નામ દયાબેન વાલજીભાઈ હતું. આ બંને પતિ-પત્ની એક સાથે જન્મો જનમ નો સંગાથ એવું નક્કી કરી અને પરમાત્મા દ્વારા પણ બંને પતિ પત્ની નો જન્મ એક જ દિવસે કરવામાં આવ્યો હતો અને તેમનું મૃત્યુ પણ એક જ દિવસે થયું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.