ફેનીલ ને કોઈ પ્રકારનો પસ્તાવો જ નથી,ગ્રીષ્મા કેસ ના આરોપી ફેનીલ ગોયાણીએ કહ્યું કે “મને આ વસ્તુ ખાવાની થઈ છે ઈચ્છા…!”મને લઈ આપો

0
178

સુરતમાં પાસોદરામાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. પાસોદરા પાટીયા પાસે આવેલા લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા ફેનીલ ગોયાણી નામના એક યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને ગ્રીષ્મા નામની દીકરીનો તેના જ પરિવાર સામે જાહેરમાં જીવ લઇ લીધો હતો.

લોકો હાલ જલ્દીથી જલ્દી આ દીકરી ને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે દીકરી ના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેને જણાવ્યું કે મારી દીકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.યુવતીના પિતાએ એવું પણ કહ્યું કે સરકાર દ્વારા અમને પૂરો સહકાર આપવામાં આવ્યો છે.

સાથે જ તેમણે એવું પણ કહ્યું કે તાત્કાલિક આરોપીને સજા આપવામાં આવે અને અમને તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે.ત્યારે આ કેસ મામલે આજે મોટા સમાચાર સામે આવી રહા છે.આ કેસ નો આરોપી ફેનીલ ગોયાણી ને કોર્ટ સુનાવણી માટે સુરતની કોર્ટમાં લાવવામાં આવ્યો હતો

તે દરમ્યાન ફેનીલ કોર્ટ રૂમમાં જ બેહોશ થઇ ગયો હતો એટલે તેને તાત્કાલીક 108 માં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર અંગે ડોક્ટર દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે તે બિલકુલ સ્વસ્થ છે અને બીજી બાજુ આરોપી

પોતાની માનસિક પરિસ્થિતિ નબળી હોવાનું નાટક કરીને હોસ્પિટલની અંદર રાખવામાં આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્યારે તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી પોલીસ વાન ની અંદર લઈ જવામાં આવ્યો હતો. તે સમયે તે બોલ્યો કે મને ઘણી વસ્તુઓ ખાવાનું મન થાય છે. ફેનીલે ગળી વસ્તુ ખાવાની ઈચ્છા પોલીસ સામે વ્યક્ત કરી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.