ભરોસો હોય તો આજે પણ રૂપલ આઈ પુરે છે સાક્ષાત પરચા,માતાજીના દર્શન માત્ર થી ભક્તો ના થાય છે ધાર્યા કામ

0
192

આજે આપણે ભક્તોના દુઃખ દૂર કરનારી આઈ રૂપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આઈ રૂપલનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આઈ રૂપલના દર્શન માટે હજારો લોકો તેમના દ્વારે ઉમટી પડે છે. તમને જણાવી દઈએ કે, આઈ રૂપલ એ ચારણ કુળ ની દેવી છે. આ ઉપરાંત તેમના દર્શન માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. તેઓ અવારનવાર પોતાના પરચાઓના કારણે લોકમુખે ચર્ચાનો વિષય બનતા હોય છે.

તમને જણાવી દઈએ કે, આઈ રૂપલ એ મનુષ્ય રુપમાં અવતાર લીધો હતો. તેઓ દેવી શક્તિ સાથે જન્મ્યા હતા. તેમના પરચાઓ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ જતા હતા. તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા, પરંતુ દેવી શક્તિ સાથે ચમત્કારિક મહિલા હતા. ધીમે-ધીમે તેઓ પોતાના પરચાઓ બતાવતા રહ્યા હતા. લોકો તેમને અનુસરવા લાગ્યા અને તેમના પ્રત્યે ભક્તિ દાખવવા લાગ્યા.

ત્યારબાદ તેઓના અવનવા પરચા ના કારણે લોકોને તેમના પ્રત્યે શ્રદ્ધા વધતી ગઈ. હવે તો માત્ર ચારણ કુળમાં જ નહીં પણ બધા જ સમાજમાં લોકો ખૂબ જ શ્રદ્ધાથી આઈ રૂપલ ની ભક્તિ કરે છે. આઈ રૂપલ પોતાના દરેક ભક્તોના દુઃખો સાંભળે છે અને તેમને દૂર કરે છે. કહેવામાં આવે છે કે, તેઓ સાક્ષાત હાજર રહીને પોતાના ભક્તોનાં દુઃખો સાંભળે છે.

આઈ રૂપલ ના પરચા અપરંપાર છે. તેઓએ નિ:સંતાનોને સંતાન પણ આપ્યા છે અને તેમના ઘર ગુંજતા કર્યા છે. તેઓએ તેમના ભક્તોની કઠિનમાં કઠિન સમસ્યાઓ પણ દૂર કરી છે. આજ સુધી તેમણે હજારો લોકોના દુઃખો દૂર કર્યા છે અને તેમના જીવનમાં આનંદ ભરી દીધો છે. સાચા દિલથી શ્રદ્ધા રાખવામાં આવે તો આઈ રૂપલ અવશ્ય તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

હાલ તો હજારો લોકો આઈ રૂપલ ને અનુસરે છે. કહેવામાં આવે છે કે, આઇ રૂપલ તેમના ધામમાં હાજરા હજુર છે. તેઓ સાક્ષાત બિરાજમાન છે અને દર્શને આવતા તેમામ ભક્તોના કષ્ટો સાંભળે છે. તેઓ અંધશ્રદ્ધાથી દૂર રહીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય પણ કરે છે. માત્ર ચારણ કુળ જ નહીં, પરંતુ તમામ સમાજના લોકો તેમના દર્શન માટે ઉમટી પડે છે. આવા તો તેમના કેટલાય પરચાઓ લોકમુખે ચર્ચાતા રહે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.