જો તમને પણ ડાયાબિટીસ હોય તો આજે ડાયટમાં સામેલ કરો આ વસ્તુ,કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર લેવલ

0
26

ભારતમાં ઘણા બધા નાની અને મોટી ઉંમરના લોકો ડાયાબિટીસથી પીડિત છે.બિનઆરોગ્યપ્રદ આહાર અને વ્યસ્ત જીવનશૈલીના કારણે આ રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ડાયાબિટીસ એ અન્ય ઘણી બીમારીઓનું મૂળ છે, તેથી દર્દીઓએ તેમના શરીરનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો પછી તેમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ 5 હેલ્ધી ફૂડ્સ ડાયાબિટીસના દર્દીઓએ ખાવા જોઈએ

1.હળદર
આપણે જણાવી દઈએ કે હળદરમાં કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટ હોય છે જે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

2.કારેલા
કારેલા ખાવામાં ભલે મસાલેદાર હોય, પરંતુ તેમાં રહેલું કેરાટિન અને મોમોર્ડિસિન ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલને વધતું અટકાવે છે.એટલા માટે કારેલા એ ડાયબિર્ટીસ ના દર્દીઓ માટે ખુબ જ સારું છે.

3.આદુ
ઇન્સ્યુલિન સ્ત્રાવના નિયમન માટે આદુને ખૂબ અસરકારક માનવામાં આવે છે.એટલા માટે આદુ એ ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે.

4.જાંબુ 
જાંબુ ના બીજમાં જાંબુલિન સૌથી વધુ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.એટલા માટે ડાયાબિટીસ થી પીડિત દર્દીઓ એ આ બીજ  નું યોગ્ય રીતે સેવન કરવું જોઈએ.

5.મેથીના દાણા
મેથી માં  દ્રાવ્ય ફાઇબર મળી આવે છે. તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર સુધારે છે.એટલા માટે મેથી ના દાણા એ ડાયાબિટીસ ના દર્દી માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.