ગેસ એસીડીટીની સમસ્યાથી પરેશાન હોવ તો આજથી જ શરૂ કરો આ આસન,તુરંત જ મળશે ફાયદો

0
27

આયુર્વેદમાં પેટની અડધી બીમારીઓ નું કારણ જણાવવામાં આવ્યું છે. જો તમને રોગમુક્ત રહેવું છે તો તમારે પેટનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પેટ ખરાબ થવા પર માથામાં દુખાવો, એસીડીટી, ઉલટી,કબજિયાત, અપચો વગેરે જેવી સમસ્યાઓ થઇ જાય છે. સામાન્ય રીતે આ સમસ્યાનું કારણ આપણી ખોટી લાઇફ સ્ટાઇલ અને ખોટું ભોજન છે.

ત્રિકોણાસન : ત્રિકોણાસન પાચન પ્રણાલી ઠીક કરે છે અને એસિડિટીથી છુટકારો આપે છે. સાથે ગળા,પીઠ, કમર અને પગ ની આસપાસ ની ફેટ ને હટાવી ને મસલ્સ ને લચીલુ બનાવે છે. આ કરવા માટે સીધા ઉભા રહો અને પોતાના પગની વચ્ચે ઓછામાં ઓછી ત્રણ ફૂટ ની જગ્યા રાખો.

પોતાના હાથોને સાઈડમાં ફેલાવો અને તેમના ખંભા બરાબર રાખો. ત્યારબાદ શ્વાસ લેતા ડાબા હાથને ઉપર ઉઠાવો અને શરીરને જમણી બાજુ વાળો. પોતાના ડાબા હાથને ડાબા પગ નીચે પગની તરફ લાવો અને થોડીક વાર આ સ્થિતિમાં રહો અને ત્યારબાદ આ ક્રમને બીજી વાર રીપીટ કરો.

વજ્રાસન : વજ્રાસન પાચનમાં સુધારો કરવાનું કામ કરે છે અને કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે. એસીડીટી અને ગેસની પરેશાની દૂર કરે છે અને પીઠના મસલ્સ મજબૂત કરે છે. તેને કરવો ખુબ જ સરળ છે અને તેને કરવા માટે કોઈ યોગા મેટ્સ પર બેસો.

હવે ઘૂંટણને વાળીને પાછળ ની સાઈડ લઈ જાવ. તમારા પગના પંજા ઉપર ની તરફ હોવા જોઈએ અને આ વચ્ચે કમર બિલકુલ સીધી રહે. બંને હાથને કોણીમાંથી વાળ્યા વગર ઘૂંટણ પર મૂકો. બોડીને રિલેક્સ કરો અને આંખો બંધ કરો. ધીરે-ધીરે ઊંડો શ્વાસ લો અને છોડો. આ સ્થિતિમાં રહો અને ભોજન બાદ અમુક સમય સુધી વજ્રાસન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.