રાજ્યના ખેડૂતો માટે ગુજરાત ની ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય,જાણો શું લીધો મહત્વનો નિર્ણય

0
84

હવે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણાની સીધી ખરીદી કરશે જેને લઇને લઘુતમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા છે. જે ખેડૂતો લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હશે તેમને ઓનલાઇન નોંધણી ફરજિયાત પણે કરાવી પડશે.

15 ફેબ્રુઆરીથી ચણા અને તુવેર ની સીધી ખરીદી કરશે આપણી સંવેદનશીલ સરકાર.ચાલુ વર્ષે ચણા સહિતના રવી પાકોનું વાવેતર સારુ થયું છે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે તેવો પ્રયાસ કરાયો છે.

સરકાર દ્વારા ચણાના વધુ જથ્થો ખરીદાશે.તુવેર અને ચણા ની ખરીદી 15 ફેબ્રુઆરીથી કરાશે. તુવેર માટે પ્રતિ મણ ભાવ 1260,જ્યારે ચણા માટે પ્રતી મણ ભાવ 1050 નક્કી કરાયો છે.રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન દ્વારા ખરીદી કરાશે.

ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડ ની નકલ, પાક વાવણી અંગે એન્ટ્રી ન થય હોય તો પાકની વાવણી અંગેનો તલાટી ના સહી સિક્કા સાથે નો દાખલો,

ખેડૂતના નામના બેંક ખાતાની વિગત વગેરે સાથે લાવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે.કપાસના વધારે પડતા ભાવ મળવાની સાથે સાથે રાજ્યના ખેડૂતો માટે ખુશી ના સમાચાર સામે આવ્યા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.