પેટ્રોલ ની વધતી કિમંત દરેક લોકો ને પરેશાન કરી રહી છે.કોઈપણ રાજ્ય સરકાર ભાવમાં 2 થી 4 રૂપિયાનો ઘટાડો જાહેર કરે તો પણ લોકો ખુશ થઈ જતાં હોય છે.થોડા દિવસ પહેલા ઝારખંડ ની હેમંત સોરેન સરકારે બે વર્ષ પૂરા થતા પેટ્રોલ ના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
તેમના આ પગલાંની દેશભર માં પ્રશંસા થઈ હતી.સરકારે બે વર્ષ પૂરા થવા પર મુખ્યમંત્રી હેમંત સોરેને રિપોર્ટ કાર્ડ રજૂ કરતા 26 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરવાની વાત કરી હતી.26 જાન્યુઆરી પહેલા જ સરકારે આ દિશામાં એક પગલું આગળ વધાર્યું છે.
જોકે રાજ્ય સરકારની 26 જાન્યુઆરી થી ટુ વ્હીલર માટે પેટ્રોલ પર સબસીડી આપવાની યોજના છે.સરકારે કહ્યુ કે આ યોજના નો લાભ લેવા માટે કેટલાક મહત્વના કામ કરવા પડશે.રાજ્ય ના રેશનકાર્ડ ધારકો આ યોજના નો લાભ લેવા માટે એપ દ્વારા નોંધણી કરાવી શકે છે અને આ માટે https://jsfss.jharkhand.gov.in વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
પેટ્રોલ સબસિડી યોજનાનો લાભ એ વ્યકિત ને જ મળશે જેમને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા યોજના અથવા ઝારખંડ રાજ્ય ખાધ સુરક્ષા યોજનાનો લાભ મળે છે.આ સબસીડી એક મહિના માં 10 લીટર પેટ્રોલ માટે જ માન્ય રહેશે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.