ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ને લઈને મહત્વના સમાચાર,શિક્ષણમંત્રીએ કરી અગત્યની જાહેરાત

0
31

ગુજરાતની ધોરણ 9 થી 12 ની તમામ શાળાઓ હવે માસવાર એકમ કસોટી શાળા કક્ષાએ યોજાશે. ગઈકાલે શિક્ષણમંત્રીએ ટ્વિટ પર આ માહિતી આપી હતી.રાજ્યની 18 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 25 લાખ વિદ્યાર્થીઓને એકમ કસોટી નો લાભ થશે.

સરકારે ધોરણ 9 થી 12 ની એકમ કસોટીઓ અને સંત્રાંત પરીક્ષાઓ બોર્ડના પ્રશ્નપત્રો અને બોર્ડના જ કોમન ટાઈમટેબલ આધારિત જ સમગ્ર રાજ્યની શાળાઓમાં લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેમાં બોર્ડના પ્રશ્નપત્રો પરીક્ષા વાયરલ થવાથી માંડી ઘણી શાળાઓ પોતાની રીતે પરીક્ષા લેવા સહિતના અનેક વિવાદો ઊભા થયા હતા.

ઘણી શાળાઓએ વિરોધ પણ કર્યો હતો અને શિક્ષણ મંત્રી ટ્વિટર પર આ જાહેરાત કરી છે કે સરકારે મહત્વનો નિર્ણય કરતા હવે રાજ્ય ની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો 9 થી 12 ની માસવાર એકમ કસોટીઓ શાળા કક્ષાએ જ લેવાશે.

વાલીઓ પોતાના બાળકના પરિણામથી અવગત રહી શકશે તેમજ શાળાઓ પોતાના સમયપત્રક થી પોતાની રીતે પરીક્ષાનું આયોજન કરી શકશે. સરકારે પણ સ્વીકાર્યું છે કે શાળા કક્ષાએ પરીક્ષા લેવાથી હવે પ્રશ્નપત્રોની ગોપનીયતા જોખમાવાના પ્રશ્નો નહીં રહે.

રાજ્યમાં હાલ 18 હજાર જેટલી ધો.9 થી 12ની સ્કૂલો છે અને જેમાં ધો 9 થી 12 ના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે.જેઓ ની એકમ કસોટી શાળા કક્ષાએ લેવાતા શાળાઓને મોટી રાહત થશે.હાલમાં વિધાર્થીઓ માટે આ જ મહત્વના સમાચાર સામે આવી રહા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.