ગુજરાત રાજ્યમાં ઓફલાઈન શાળાઓ શરૂ કરવાને લઈને જીતુભાઈ વાઘાણીનું મહત્વનું નિવેદન,જાણો શું કહુ?

0
26

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના વાયરસ ના કેસો વધી રહ્યા છે અને વિદ્યાર્થીઓ કોરોના ની ઝપેટ માં આવી રહ્યા છે.તેના કારણે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.આવનારા નજીકના દિવસોમાં શાળાના વર્ગો ઓફ્લાઈન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

આ અંગે જીતુભાઈ વાઘાણી એ નિવેદન આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત માં રાજ્ય સરકાર નિર્ણય લેશે.કોરોના ના કારણે શિક્ષણ માં ઘણું નુકશાન થયું છે પરંતુ બાળકોની સુરક્ષા મૂર્દે કોઈ સમાધાન નહીં કરવામાં આવે.

મહત્વનું છે કે રાજકોટ ખાતે પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ માં જીતુભાઈ વાઘાણી હાજર રહ્યા હતા અને તે સમયે શાળાઓ અંગે તેમને આ નિવેદન આપ્યું હતું.શીક્ષણમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે વાલીઓની જેમ સરકાર પણ સંવેદનશીલ છે.

કોરોના ના લીધે શિક્ષણ માં ઘણું નુકશાન થયું છે.સરકાર કોરોના ની સ્થિતિ પર નજર રાખી રહી છે.જયારે પણ સરકાર નિર્ણય લેશે ત્યારે કોરોના ની સ્થિતિ અને બાળકોની સુરક્ષા ને ધ્યાને રાખીને જ નિર્ણય લેશે.

કોરોના ને લીધે શિક્ષણમાં નુકશાન થયું છે તો સાથે બાળકોની ચિંતા કરવી પણ જરૂરી છે.કોરોનાકાળ માં પણ શાળાની ફી વધારા મુદ્દે જીતુ વાઘાણી એ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.તેઓએ ગોળ ગોળ વાત કરતા જણાવ્યું કે હાઈ કોર્ટ ની સૂચના મુજબ FRC સ્વતંત્ર બની છે. FRC હાઇકોર્ટ નીમેલી કમિટી છે,સરકાર એની સાથે કોઈ નિસ્બત નથી.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.