એક જ ઝલકમાં લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : લગ્નના દિવસે દુલ્હનના ગામે જઇ રહેલા, વરરાજાનું અકસ્માતમાં થયું કરૂણ મૃત્યુ…

0
137

મધ્યપ્રદેશમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ધારમાં શનિવારે થયેલા ગંભીર અકસ્માતમાં એક વરરાજાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ધારીના ફુલગાંવડી પાસે બની હતી. મળતી માહિતી અનુસાર વરરાજાની કાર ડિવાઇડર સાથે અથડાતા ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી.

આ ઘટનામાં વરરાજો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે ઈન્દોરે રેફર કરવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. મૃત્યુ પામેલા વરરાજાનું નામ રીતેશ હતું. તે બડવાની જિલ્લાના ટિટગારિયા ગામનો રહેવાસી હતો. તેના લગ્ન લાબરીયા ગામની યુવતી સાથે નક્કી થયા હતા.

મળતી માહિતી અનુસાર લગ્નના દિવસે રિતેશ જાન લઈને લાબરીયા જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઇન્દોર અમદાવાદ ફોરલેન પર ફુલગાંવડી ગામ પાસે તેની અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ 15 ફૂટ ઉછળીને ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત બન્યો ત્યારે કારમાં વરરાજાની સાથે પાંચ લોકો સવાર હતા. આ ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ વરાજો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે, ડ્રાઇવિંગ વખતે ડ્રાઈવરને ઝોકુ આવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની જાણ પરિવારને થતાં લગ્નની ખુશી માં માતમ છવાઇ ગયો હતો. પરિવારના તમામ સભ્યો રડી પડ્યા હતા. દુલ્હન પક્ષના લોકો જાનની રાહ જોતા હતા, પરંતુ તેમની પાસે જાણતો પહોંચી નહીં.

પરંતુ વરરાજા ના અકસ્માતના સમાચાર પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા દુલ્હન પક્ષના લોકોમાં પણ શોખનું વાતાવરણ છવાઇ ગયું હતું. દુલ્હન ઘરે વરરાજા ની રાહ જોઈને બેઠી હતી. પરંતુ વરરાજાનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.