નશાની હાલતમાં એક માથાભારે યુવકે પાણીપુરી વેચીને ગુજરાન ચલાવતા એક યુવકનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

0
943

છેલ્લા થોડાક દિવસોથી ગુજરાત રાજ્યમાં જીવ લઈ લેવાના બનાવો વધી રહ્યા છે. આરોપીઓ બેફામ બની ગયા છે. તેઓને પોલીસનો ડર પણ નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલમાં વડોદરામાં ખોડિયાર નગરમાં સફેદ વુડાના આવાસમાં માથાભારે યુવકે એક પાણીપુરી વેચના યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો છે.

આ ઘટના બનતા જ ભારે હોબાળો મચી ગયો હતો. મૃત્યુ પામેલો યુવક પાણીપુરી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મળતી માહિતી અનુસાર આરોપી યુવક દારૂના નશામાં હતું અને તેને દારૂના નશામાં પાણીપુરી વેચનાર યુવકનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મળતી માહિતી અનુસાર વડોદરાના ખોડીયારનગર મારુતિ નગરમાં સુધીર રાજપૂત નામનો યુવક પાણીપુરી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સોમવારના રોજ બપોરના સમયે સુધીર નામનો યુવક રાબેતા મુજબ લારીમાં પાણીપુરી લઈને વેચવા નીકળ્યો હતો. આ દરમિયાન એક માથાભારે યુવક દ્વારા તેને રોકવામાં આવ્યો હતો. આ યુવકે સુધીર પાસેથી પાણીપુરી ખાધી હતી.

જ્યારે સુધીરે પાણીપુરીના પૈસા માગ્યા ત્યારે માથાભારે યુવકે સુધીર સાથે માથાકૂટ કરી હતી. એટલું જ નહીં પરંતુ સુધીરની ધુલાઈ કરી હતી અને લારીમાંથી પાણીપુરી લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને સુધીરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુધીરની ફરિયાદના આધારે પોલીસે માથાભારે યુવકની અટકાયત કરી હતી.

પરંતુ સામાન્ય માથાકૂટ નો ઝગડો હોવાના કારણે માથા ભારી યુવક જામીન પર છૂટી ગયો હતો. અને તે જ દિવસે મોડી રાત્રે એક ઓરડામાં માથાભારે યુવકે સુધીરનો જીવ લઇ લીધો હતો. અને ત્યાર બાદ તેના મૃતદેહને હરણી પોલીસ સ્ટેશનની હદમાં મુકીને ભાગી ગયો હતો. ત્યારે ગઇકાલે સવારે સુધીર મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સુધીના મૃતદેહને કબજે લઇને તેણે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આરોપી યુવકે નશાની હાલતમાં સુધીરનો જીવ લઇ લીધો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.