સોનું-ચાંદી ખરીદવાની સુવર્ણ તક,એક અઠવાડિયામાં સોનાના ભાવમાં થયો આટલા રૂપિયા નો મોટો ઘટાડો,જાણો કિંમત

0
487

આપને જણાવી દઇએ કે આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જોકે સાથે સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બૂલિયન જ્વેલર્સ એસોસિયન ની વેબસાઇટ અનુસાર સોનું 15 રૂપિયા સસ્તું થયું છે અને શનિવારના રોજ 51638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું.

તેજ અઠવાડિયા ચાંદીમાં 800 રૂપિયા નો મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં જ 67782 રૂપિયા પર હતું જે શનિવારે 66889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવ્યું છે એટલે કે આ અઠવાડિયે ચાંદી ની કિંમત 893 રૂપિયા જેટલી સસ્તી થઇ છે.

નોંધપાત્ર વાત એ છે કે કોરોના મહામારી દરમિયાન સોનાના ભાવ રેકોર્ડ પહોંચી ગયા હતા અને 2020 માં 10 ગ્રામ સોનાનો ભાવ 55700 રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો પરંતુ 67 હજાર ની ઉપર એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં અસ્થિરતા ના કારણે વૈશ્વિક બજારમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાંતોના મતે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા પછી સોનાની માગ ઘટશે અને ભાવ પણ નીચે આવી શકે છે..

આપને જણાવી દઇએ કે હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.