રાજકોટમાં ટુ-વ્હિલર લઈને ઘરે જતી યુવતીને ટ્રકે પાછળથી લગાવી જબરદસ્ત ટક્કર – યુવતીનું કરુણ મૃત્યુ…

0
308

રાજકોટમાં ગઇકાલે રાત્રે બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષની એક યુવતી એ પોતાનો જીવ ગુમાવ્યો છે. માહિતી અનુસાર યુવતી પોતાની નોકરી પરથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેની પ્લેઝર ટુ વ્હીલરને એક ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં યુવતીના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બની ત્યારે આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું કરુણ મૃત્યુ થયું છે.

મૃત્યુ પામેલી યુવતીનું નામ રાધિકા હતું. તેની ઉંમર 25 વર્ષની નથી. તે પોતાની માતા સાથે રહેતી હતી અને તે બે બહેનો અને એક ભાઇમાં વચેટ હતી. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર 80 ફુટ રોડ પર સનસિટી એન્કલેવમાં રેતી રાધિકા ગઈકાલે પોતાની નોકરી પરથી છૂટીને પોતાની પ્લેઝર ટુ-વ્હીલર લઈને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં પાછળથી પુરપાટ ઝડપે આવતા એક ટ્રકે રાધિકાની પ્લેઝર ટુ-વ્હીલરને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં રાધિકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઇને યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે. ઉપરાંત ટ્રકચાલકની પણ શોધખોળ શરૂ કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.