સુરતમાં પાલિકાના સફાઈ કર્મચારીએ પરિવારની ગેરહાજરીમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

0
25

સુરતના જહાંગીરપુરા વરીયાવ ગામ પાલિકાના સફાઈ કર્મચારીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિલીપ નાનુભાઈ ગોહિલ હતું. તેમની ઉંમર 46 વર્ષની હતી. તેઓ છેલ્લા 15 વર્ષથી પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે કામ કરતા હતા.

મળતી માહિતી અનુસાર ગુરૂવારના રોજ સાંજે દિલીપભાઈ નો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયું હતું. તેઓ લગ્ન પ્રસંગમાંથી પરત ફર્યા ત્યારે ઘરે લટકતી હાલતમાં દિલીપભાઈનું મૃતદેહ જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર પારિવારિક માથાકુટમાં લઈને દિલીપભાઈની પત્ની બાળકો સાથે પિયર ચાલી ગઈ હતી.

ત્યારબાદ દિલીપભાઈ સતત માનસિક તણાવમાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર દિલીપભાઈ નું પરિવાર જ્યારે લગ્નમાં ગયું હતું. ત્યારબાદ દિલીપભાઈ દારૂ પીને પોતાનું જીવન ટુંકાવ્યું તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર દિલીપભાઈ છેલ્લા થોડાક દિવસોથી કામ પર પણ ગેરહાજર રહેતા હતા. તેથી પાલિકાની નોટિસ પણ તેમને આપવામાં આવી હતી. દિલીપભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.