સુરતમાં લાડકવાઈ દીકરીના જન્મ દિવસના દિવસે જ પિતાએ રસોડામાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

0
1112

સુરતમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના નવું ગામમાં એક પિતાએ પોતાની એકની એક દીકરીના જન્મ દિવસના દિવસે રસોડામાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી મુજબ પ્રવીણભાઈ પીતાંબરભાઈ શિરસાડએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

તેમની ઉંમર 39 વર્ષની હતી. તેઓ ગોવર્ધન નગર નવાગામના રહેવાસી અને મહારાષ્ટ્રના વતની હતા. તેઓ મોપેડ અને બાઇકનું રીપેરીંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રવીણભાઈ રાત્રે દારૂના નશામાં ઘરે આવ્યા હતા.

ત્યારબાદ તેને રસોડામાં કામ કરતા પરિવારજનોની રસોડામાંથી બહાર કાઢ્યા હતા અને રસોડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘણો સમય થઈ ગયો પરંતુ પ્રવીણભાઈ રસોડામાંથી બહાર આવ્યા નહીં. તે માટે પરિવારજનોએ રસોડાનો દરવાજો તોડી નાખ્યો હતો.

અને પરિવારજનો રસોડામાં પ્રવેશ્યા ત્યારે પ્રવીણભાઈનું મૃત્યુ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. મૃત્યુ પામેલા પ્રવીણભાઈ છેલ્લા બે વર્ષથી થતી બીમારીથી પીડાતા હતા. આ ઉપરાંત બે વર્ષથી આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હતી. જેથી પ્રવીણભાઈ દારૂ પીવાના રવાડે ચડી ગયા હતા.

ઉપરાંત પોતાની પત્ની સંગીતાબેન સાથે અવારનવાર નાની રકમની માંગણી કરી માથાકૂટ કરતા હતા. સંગીતાબેન એક ખાનગી કંપનીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રવીણભાઈનો દીકરો મહારાષ્ટ્રમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પ્રવીણભાઈની એકની એક દીકરીનો જન્મદિવસ હતો.

પ્રવીણભાઈ ના પત્ની સંગીતાબેન બજારમાં કેક બનાવવાનો સામાન લેવા ગયા હતા અને પરિવારજનો સાથે ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હતી અને દીકરી પોતાના મામાને બોલાવવા ગઇ હતી. પરંતુ કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પ્રવીણભાઈ રસોડામાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ખુશીના માહોલમાં માતમમાં ફેરવાઇ ગયો હતો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.