કોરોના વાયરસ ના કેસ માં ઘટાડો થતા રાજ્યમાં રાત્રી કર્ફ્યુમાં મળી શકે છે છુટછાટ,જાણો વિગતે

0
26

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે. હવે રાજ્ય સરકાર લોકોને રાત્રી કરફ્યુ સહિત અન્ય નિયમોમાં છુટછાટ આપી શકે છે. રાજ્યમાં હાલ 4 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યુ ની જાહેરાત થયેલી છે.

હવે છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે જેને જોતા સરકાર લગ્નમાં થોડા વધારે લોકોની મંજૂરી આપી શકે છે.હાલના સમયમાં રાજ્યના 8 મહાનગરો અને 19 નગરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે.

એટલે કે રાત્રે 10 કલાક થી સવારે 6 કલાક સુધી કર્ગ્યુનો અમલ થઈ રહ્યો છે. આ મહાનગરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે.

જયારે 19 નગરો માં આણંદ,નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપુર, નવસારી, બીલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ-અંકલેશ્વરમાં રાત્રી ફરફ્યું અમલમાં છે.

રાજ્યભરમાં હાલ કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખી લગ્ન સમારોહ માં 150 લોકોને મંજૂરી આપવામાં આવી છે પરંતુ રાજ્યમાં વસંત પંચમી પણ આવી રહી છે અને તે દિવસ મોટી સંખ્યામાં લગ્ન સમારોહ યોજાવાનો છે અને

તેને જોતા રાજ્ય સરકાર લગ્નમાં થોડા વધારે લોકોને મંજૂરી આપી શકે છે.ગુજરાતમાં કોરોના ના આંકડા તબક્કાવાર રીતે કાબૂમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના ના નવા 8934 કેસ સામે આવ્યા છે તો બીજી તરફ 15177 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.