ગ્રીષ્મા વેકરીયા કેસમા આરોપી ફેનીલે ગુનો કબૂલવાનો કર્યો ઇન્કાર,હવે આ કોર્ટ માં જશે કેસ

0
26

પાસોદરા માં જાહેર માં થયેલી ઘટના કેસમાં સંડોવાયેલા આરોપી ફેનીલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને ફુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં 25 નજરે જોનારા સાક્ષીઓ છે. તેઓ સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં હથિયાર જોવાના કારણે તેઓ ડર ના કારણે તેની પાસે ગયા ન હતા.

દીકરી ના મૃત્યુ બાદ તેની પળેપળની માહિતી જાણવા લોકો ઉત્સુક બન્યા છે અને તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ પણ થઇ રહી છે. ત્યારે જે દિવસે દીકરી નું મૃત્યુ થયું તે દિવસે સવારે કોલેજ ની અંદર ખિલખિલાટ કરતી દીકરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા છે જે આપણા બીજા અહેવાલ માં તે ફૂટેજ દર્શાવામાં પણ આવ્યા છે.

હવે ગ્રીષ્મા વેકરીયા કેસ સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જશે. કારણ કે આરોપી ફેનીલ ગોયણીએ ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટ રૂમમાં ફેનીલે કહ્યું કે તેને ગુનો કબૂલ નથી. ફેનીલ ને સરકારી વકીલ પણ આપવામાં આવ્યો છે. આવતીકાલે ફરી આરોપી ફેનીલના સુરત કોર્ટ માં હાજાર કરશે.

આ કેસ સેશન્સ ટ્રાયેબ્લ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ ફેનીલ સામે ચાર્જફ્રેમ ની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. મહત્વનું છે કે ફેનીલ ની ધરપકડ પાંચ દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.

સુરત જિલ્લાના પાસોદરા ગામમાં દીકરીનો જીવ લેવામાં આવ્યો હતો ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી અને બાદમાં આરોપી ફેનીલ કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડમાં અનેક પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં સાક્ષી, પંચનામાં, ફેનીલ ના મોબાઈલ માંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપ નો એફએસએલ નો રિપોર્ટ વગેરે સહિત ના પુરાવા ભેગા કરાયા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.