બાજરા ના ભાવ આસમાની સપાટીએ,સૌરાષ્ટ્ર ની માર્કેટયાર્ડ માં બાજરા નો બોલાયો એટલો બધો ભાવ કે જાણીને…

0
447

ખેડૂત્તમિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે વાતાવરણ ની અનિયમીતતા ના કારણે દરેક પાક નું ઉત્પાદન ખુબ જ ઓછું થયું હતું અને બીજી બાજુ પાકની માંગ વધારે હોવાને કારણે પાક ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા હતા.તમે જાણતા જ હશો કે, માર્કેટ યાર્ડમાં તમામ પાકોના ભાવમાં મોટો વધારો થયો છે.

ખેડૂત મિત્રો તમને જાણીને ખુશી થશે કે APMC માં બાજરા ના ભાવ ખૂબ જ સારા નોંધાયા છે. વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડ ની તો અહી બાજરા ના મહત્તમ ભાવ 506 બોલાઈ રહ્યા છે જ્યારે સરેરાશ ભાવ 457 નોંધાયા છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં બાજરા ના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 467 અને 384 છે.

પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 455 થી 432 રૂપિયા ચાલી રહ્યા છે. ખેડા ના કપડવંજ માં બાજરાના મહત્તમ ભાવ 429 અને સરેરાશ ભાવ 404 છે. દહેગામ માં બાજરાના મહત્તમ ભાવ 497 અને સરેરાશ ભાવ 491 છે.જસદણ માર્કેટ યાર્ડમાં બાજરાના મહત્તમ ભાવ અને સરેરાશ ભાવ 505 થી 303 રૂપિયા ચાલી રહ્યા છે

રાજકોટ માર્કેટ યાર્ડમાં બાજરીના મહત્તમ ભાવ 434 અને સરેરાશ ભાવ 288 છે. અને મહેસાણા ના વીસનગર માં બાજરાના મહત્તમ અને સરેરાશ ભાવ અનુક્રમે 480 અને 369 નોંધાયા છે. આણંદ ની ઉમરેઠ માં બાજરાના મહત્તમ ભાવ 404 અને સરેરાશ ભાવ 354 બોલાઈ રહ્યા છે.

હાલ, બાજરાના સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી નો માહોલ સર્જાયો છે. બાજરાના સંતોષકારક ભાવ મળી રહેતા ખેડૂતો પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ વર્ષે બાજરાના ભાવ સારા એવા નોંધાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભીડ ઉમટી છે.આપણે જણાવી દઈએ કે ઉપરોક્ત જણાવેલ ભાવ મણદીઠ પ્રમાણે આપેલ છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.