મોંઘવારીના માર વચ્ચે ડુંગળીના ભાવમાં એકદમ થઈ ગયો મોટો ફેરફાર,1 કિલો ડુંગળીની કિંમત જાણી ને…

0
3813

સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લાની વાત કરીશું કે જ્યાં ડુંગળીના પાકમાં ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ભાવનગર જિલ્લામાં ફક્ત બે જ માર્કેટિંગ યાર્ડ આવેલા છે એક ભાવનગરમાં અને એક મહુવા ખાતે ત્યારે દરેક ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આ બે યાર્ડ ખાતે આવે છે.

આપને જણાવી દઇએ કે ડુંગળીના ભાવ એકદમ તળીયે બેસી ગયા છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોને હાલમાં રડવાનો સમય આવ્યો છે તેવું જાણવા મળ્યું છે. ભાવનગર તેમજ મહુવા માર્કેટીંગ યાર્ડમાં સતત ડુંગળીના ભાવ નીચે ગગડી રહ્યા છે. ખેડૂતોને 250 થી 300 પડતરે થતી ડુંગળીનો ભાવ ગગડીને 60 થી 70 રૂપિયા પ્રતિમણ થઈ ગયો છે જેને લઇને હાલ ખેડૂતોને ખૂબ જ નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

ખેડૂતોને આ મુદ્દે યોગ્ય વળતર ચૂકવવા માટે હાલ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ડુંગળીના પાકનું રાજ્યની સરેરાશ 33 ટકાથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં કરવામાં આવે છે પરંતુ આ ડુંગળી નો યોગ્ય ભાવ ન મળતાં ભાવનગર જિલ્લાના ખેડૂતો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું શિયાળુ તેમજ ઉનાળુ એમ બંને સિઝનમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. પરંતુ ખેતરોમાં પાક તૈયાર થઇ ગયા પછી ખેડૂતો ભાવનગર જિલ્લાના મુખ્ય બે યાર્ડમાં વેચાણ માટે આવતા હોય છે.જે યાર્ડ માં 500 થી 550 રૂપિયા પ્રતિમણ ડુંગળી વેચાતી હોય ત્યાં જો 60 થી 70 રૂપિયા પ્રતિમણ વેચાય તો ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થાય છે કેમકે બીપી જે ડુંગળી 250 થી 300 રૂપિયા ઘરમાં પડતર કરે છે એ જ ડુંગળી માટીના ભાવે વેચાઇ રહી છે હાલ તો આ બંને યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે.

ત્યારે ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવી પડી અને જ્યારે તેઓએ ડુંગળીનું વાવેતર કર્યું હોય તે સમયે બિયારણ પણ મોંઘુ હોય છે અને તેઓએ 3000 થી 3500 ના મોંઘા ભાવના બિયારણો ખરીદીને જયારે વાવેતર કર્યું હોય ત્યારે આવી મુશ્કેલીઓ ઉભી થતા ખેડૂતોને રોવાનો વારો આવે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.