અરે આ શું! અસાની વાવાઝોડા વચ્ચે ફળો ના રાજા ગણાતા કેસર કેરી ને લઈને આવ્યા માઠા સમાચાર,જાણો કેટલામાં મળી રહી છે કેસર કેરી?

0
8823

કેરી ફળોનો રાજા ગણાય છે. એમા કેસર કેરી લોકોની એટલી પ્રિય હોય છે કે હવે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તેનું ઉત્પાદન થાય છે.સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન થાય છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. કચ્છમાં છેલ્લા બે દાયકામાં કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર કામ થયું છે.

કેરી ગુજરાતનો એક મહત્વનો પાક છે. ગુજરાતની કેસર અને હાફૂસ કેરી ની દુનિયાના દેશોમાં નિકાસ થાય છે. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા અનુસાર ગુજરાતમાં 89700 હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે. ગુજરાતમાં વાર્ષિક કુલ 7.29 લાખ ટન જેટલી કેરીનું ઉત્પાદન થાય છે. ગયા વર્ષે વાવાઝોડામાં અંબાના વૃક્ષોનો સોથ વળી ગયો હતો. ખેડૂતોએ મહામહેનતે ઉચ્ચારેલા આખાને આખા 1000-2000 આંબાના આખા બગીચાઓ નષ્ટ થઈ ગયા હતા.

તૌકતે વાવાઝોડાએ નો વિસ્તાર ગણાતા ઉના,અમરેલી,સોમનાથ ના કાંઠા વિસ્તાર અને ટાર્ગેટ કર્યા હતા. જે વિસ્તાર વાવાઝોડા પહેલા આંબે લટકતી કેરી થી હર્યોભર્યો હતો. અત્યારે કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે હજુ એક વર્ષ પહેલા હરિયાળી આંબાવાડી હતી.વંથલી ના ખેડૂત અજય વાણવી કહે છે “આ વર્ષે વાતાવરણની ખરાબ અસરને કારણે કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.

આવું છેલ્લા ત્રણ ચાર વર્ષોથી થઇ રહ્યું છે માવઠું વાવાઝોડું વગેરે પરિબળોને કારણે કેરી ખરી જાય છે.”વંથલીમાં આંબાનો બગીચો ધરાવતા અશરફ ઉપર નાગોરી કહે છે,”વંથલીમાં બે હજાર હેક્ટરમાં કેસર કેરીની વાડીઓ પથરાયેલી છે આ વર્ષે કેરી 5 થી 8 ટકા જેટલી છે. માત્ર બાગાયત ઉપર નિર્ભર ખેડૂતો માટે મોટી મુશ્કેલી છે કે વર્ષ કેમ કાઢવું?”

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના પ્રિન્સિપાલ અને ડીન ડી.કે. વરુ કહે,”આંબો ફળ નો રાજા છે એટલે રાજા ને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ જોઈએ. આંબાની તાપમાન,વરસાદ,સૂર્યપ્રકાશ,ભેજ વગેરે બધું માફકસર જોઈએ. એમાં ફેરફાર હોય તો ચલાવી લેતો નથી.”તેઓ કેરી પર તાપમાન ની અસર સમજાવતા કહે છે આપણા વાતાવરણમાં સામાન્ય રીતે 15 ડિસેમ્બર પછી આંબાને ફૂલો આવે છે.

પરંતુ આ વર્ષે તાપમાન ઘણું નીચું રહ્યું હતું. બીજું કે આગલા વર્ષે વરસાદ સપ્ટેમ્બરમાં વિદાય લેવાને બદલે ઓક્ટોબરમાં પણ ભારે વરસ્યો હતો.”આ વરસાદ અને તાપમાનને કારણે આંબાની ફૂલો આવવામાં એક મહિનો જેટલું મોડું થયું હતું. આંબાને ડિસેમ્બરના અંત ભાગે ફૂલો આવતા હોય છે તે જાન્યુઆરી માં આવ્યા.”તાપમાનમાં સતત વધારાને કારણે આંબે જે પર બેઠા હતા તે ખરી ગયા.

તાપમાનનું પ્રમાણ વધતાં વાવાઝોડું ઘટનાઓ સર્જાઇ અને આખું વાતાવરણ ડહોળાઈ ગયું.હવામાનમાં પલટાના કારણે કેરીના સ્વાદ પર વિશેષ અસર પડી નથી. અસર તેના ઉત્પાદન પર પડે છે. અત્યારે ઘણી જગ્યાએ ઝાકળ પડે છે કેરી પાકવાના દિવસો માં ઝાકળ પડવાથી કેરીની ગુણવત્તા કે સ્વાદ પર અસર થાય.

દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીના મોટા બગીચા છે ટિંબડિયા કહે છે સારા વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર ૨૫ ટકા ઉત્પાદન આવે એવા એંધાણ છે. આ વર્ષે કેરીનો દરેક ખેડૂત નિરાશ છે.ફળ બેસવાની પ્રક્રિયા દરમિયાન વધારે તાપમાન જોઈએ. પણ આટલું પણ વધુ ન જોઈએ કે દિવસ અને રાતના તાપમાન વચ્ચે 18 થી 20 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોય.

દિવસ અને રાતના તાપમાન મોટો તફાવત સર્જાવાથી પરાગનયન ની પ્રક્રિયા માં અવરોધ આવવાથી આંબે ફળ બેસ્યા નથી. ગયા વર્ષે તૌકતે વાવાઝોડાને કારણે આંબા ને થયેલું નુકશાન પણ આમાં જવાબદાર છે.ગયા તૌકતે વિનાશને જોતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આવતા વર્ષે કેરીનું ઉત્પાદન સાવ ઓછું રહેશે.

છેલ્લે તેઓ કહે છે ને ગ્લોબલ વોર્મિંગ ને પગલે વિશ્વભરના વૈજ્ઞાનિકો એ ખેતીને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની વાત કરી છે. કોરોના સામે ટકી રહેવા જેમ રોગપ્રતિકારક શક્તિની જરૂર પડી હતી તે બદલાતા હવામાન સામે ટક્કર ઝીલવા ભૂમિ સુપોષણ બનાવવી પડશે.કેસર કેરીના પ્રતિ બોક્સના ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1500 રૂપિયા બોલાય રહ્યા છે જેમાં નાના અને મધ્યમ કેરીના ફળ ના એક બોક્સ ના ભાવ 700 થી 800 રૂપિયા બોલાય રહ્યા છે

આજ વાતને અલગ રીતે રજુ કરતા ડીકે વરુ કહે છે અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે તે પર્યાવરણ નો ભોગ થઈ રહ્યો છે. એમ કહીએ તો એ ખોટું નથી અત્યારે એ કારણે ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધ્યું છે. સો વરસ નો ઈતિહાસ તપાસીએ તો તાપમાનમાં દોઢથી બે ડિગ્રીનો વધારો થયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.