શું રત્નકલાકારોની નોકરી જોખમમાં..!ગુજરાતના આ શહેરમાં સાચું 20 લાખ લોકોની રોજગારી છીનવાઈ જશે?જાણો તો…

0
117

ડાયમંડનું નામ આવતા જ આપણાં બધાના મનમાં એક જ શહેર સુરતની યાદ આવી જાય. સુરતને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં રશિયા અને યુક્રેનના યુધ્ધને લીધે ઘણી બધી વસ્તુઓ અને સ્થિતિઑ બેકાબૂ બની ગઈ છે. હાલમાં જ ક્રૂડ ઓઇલ, ઘઉ અને નેચરલ ગેસના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં હવે સુરતના હીરા ઉધોગો પર પણ સંકટ તોળાઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં 20 લાખ લોકોના ઘર એ હીરાને લીધે જ ચાલતું હોય છે. એવામાં હવે આ રશિયા અને યુક્રેનના યુધ્ધને લીધે આ 20 લાખ લોકોની આજીવિકા પર મુશ્કેલી આવી ગઈ છે. ચાલો તમને જણાવીએ કે શું ચાલી રહ્યું છે અને કેમ સુરતના હીરાના કારીગરોના કામ પર જોખમ તોળાઈ રહ્યું છે.

હમણાં બંને દેશ વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. સુરતમાં આમ તો ફક્ત હીરા જ નહીં પણ બીજા ઘણા પણ કામ કાજ ચાલી રહ્યા છે. પણ તમને જાણીને નવાઈ લાગશે પણ આખી દુનિયાના હીરામાંથી 90 ટકા હીરા સુરતમાં જ કટ અને પોલીસ થઈને જાય છે. સુરત પર તોળાઈ રહેલ આ જોખમ એ રશિયા ઉપર મુકવમાં આવેલ અમુક આર્થિક પ્રતિબંધને લીધે છે. આ પ્રતિબંધને લીધે રશિયાથી આવતા હીરા અને બીજા નંગ એ સુરત આયાત થઈ શકતા નથી. રશિયાએ આપણાં સુરતમાં હીરા અને બીજા રત્નો મોકલવા માટેનો સૌથી મોટા સપ્લાયર છે.

તમને જણાવી દઈએ કે સુરતમાં રહેલ હીરાના વેપારીઓ તેમના કામના 27 ટકા રફ હીરા અને બીજા રત્નો એ રશિયાથી જ મંગવતા હતા પણ હવે આ રશિયા અને યુક્રેનના યુધ્ધને લીધે વેપારીઓ પોતાનો માલ મેળવી શકતા નથી. જેના લીધે કારીગરોને હીરાનું પૂરતું કામ મળતું નથી. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેનના યુધ્ધ પહેલા આપણાં ગુજરાતમાં રશિયાથી પોલીસિંગ માટે કુલ હીરાના કામમાંથી 30 ટકા હીરા આયાત કરવામાં આવતા હતા.

તમને જણાવી દઈએ કે યુધ્ધ પહેલા એક હીરાનો કારીગર એ દર મહિને એવરેજ 20,000 જેટલા રૂપિયા મહિને કામતો હતો પણ હવે યુધ્ધને લીધે અને કામ ઓછું થવાને લીધે કારીગરની કમાણીમાં 20 થી 30 ટકા જેટલો ઘટાડો થયો છે. હવે તમે અંદાજ લગાવી શકો છો કે એક સામાન્ય હીરાના કારીગરને આજે કેટલી તકલીફ થતી હશે. તમને જણાવી દઈએ કે સુરતમાં અત્યાર સુધી 30000 થી 50000 હીરાના કારીગરો કામ ઓછું હોવાને લીધે નોકરી ગુમાવી ચૂક્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.