કપાસ ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી,સૌરાષ્ટ્ર ની આ માર્કેટિંગયાર્ડ માં કપાસ ના ભાવમાં થયો જોરદાર ઉછાળો,જાણો નવા ભાવ

0
371

આપણે બધા જાણતા જ હશો કે આ વર્ષે વાતાવરણની અનિયમિતતાના કારણે કપાસના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું હતું પરંતુ કપાસના પાક ની માંગ વધારે હોવાના કારણે કપાસના ભાવ આ વર્ષે આસમાની સપાટી પર પહોંચી ગયા હતા. કપાસના ભાવ ખૂબ જ વધારે પડતા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ગુજરાત ની અમુક માર્કેટયાર્ડ માં કપાસનો કવિન્ટલ દીઠ ભાવ ખુબ જ સારા જોવા મળી રહા છે.

સૌરાષ્ટ્ર ની તમામ માર્કેટયાર્ડ માં કપાસના ભાવમાં આ વર્ષે ભુક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે. ખેડૂતોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા કપાસ ના સારા ભાવ મળી શકે છે. કપાસના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યની તમામ માર્કેટયાર્ડ માં કપાસ નો સારો ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળી રહો છે.

સૌરાષ્ટ્ર ની અમરેલી APMCમાં કપાસના ભાવ રૂપિયા 11340 થી 13635 રહ્યા હતા.અમરેલી ની બગસરા APMC માં કપાસનો મહત્તમ 13500 રૂપિયા અને સરેરાશ ભાવ 10875 રૂપિયા નોંધાયો છે.સૌરાષ્ટ્ર ના હળવદ APMC માં કપાસનો મહત્તમ ભાવ 10980 રૂપિયા અને સરેરાશ ભાવ 10250 રૂપિયા નોંધાયો છે.

ભરૂચ ની જંબુસર APMCમાં કપાસના ભાવ રૂપિયા 9000 થી 9300 રહ્યા હતા.જૂનાગઢ ની માણાવદર APMCમાં કપાસનો મહત્તમ 12000 રૂપિયા અને સરેરાશ ભાવ 9750 રૂપિયા નોંધાયો છે.મહેસાણા ની વિસનગર APMCમાં કપાસનો મહત્તમ ભાવ 14765 રૂપિયા અને 10382 રૂપિયા નોંધાયો છે.મોરબી APMCમાં કપાસના ભાવ રૂપિયા 10250 થી 12000 રહ્યા હતા.રાજકોટ ની જસદણ APMCમાં કપાસનો મહત્તમ 13555 રૂપિયા અને સરેરાશ ભાવ 11500 રૂપિયા નોંધાયો છે.

મિત્રો આપણે જણાવી દઈએ કે કપાસનો ખૂબ જ સારો ભાવ બોલાતા ખેડૂતો કપાસ માં વેચવા માટે માર્કેટયાર્ડ માં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે કપાસના ભાવમાં દરરોજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે જેથી કરીને ખેડૂતો પોતાનો પાક ને લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.ઉપરોકત જણાવેલ ભાવ કવીન્ટલ દીઠ પ્રમાણે આપેલા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.