11 વર્ષના દીકરાની સારવાર માટે ઇન્ડિયન ક્રિકેટર કે.એલ.રાહુલે 31 લાખ રૂપિયાનું કર્યું દાન, સલામ છે કે. એલ.રાહુલને…

0
24

આપણે સમાજમાં ઘણા એવા લોકો જોયા હશે જેને બીજાનું દુઃખ જોઈને પોતાને પણ દુઃખ લાગી જતું હોય છે. અને એમનું દુઃખ દૂર કરવા માટે તેઓ મદદમાં સામે આવતા હોય છે. ઘણા લોકો ગરીબોને દાન કરીને અથવા તો જરૂરીયાત મંદોને મદદ કરીને તેમનું દુઃખ દૂર કરતા હોય છે. ત્યારે આપણા જાણીતા ક્રિકેટર કે.એલ.રાહુલે એક બીમાર દીકરાની મદદ કરવા માટે સામે આવ્યા છે.

આ બીમાર દીકરાની મદદ કરીને કે.એલ.રાહુલે દિકરાનો જીવ બચાવી લીધો છે. અને સમાજમાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇન્ડિયન ક્રિકેટર કે.એલ.રાહુલ હાલમાં પોતાના ગજબ અને શાનદાર પ્રદર્શનથી ખૂબ જ ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે કે.એલ.રાહુલ પોતાના સારા કામના લીધે ચર્ચાનો વિષય બની ગયા છે.

કે.એલ.રાહુલે 11 વર્ષના દીકરાની સારવાર માટે 31 લાખ રૂપિયાનું દાન કર્યું છે. દાન કરીને તેમને બતાવી દીધું છે કે દુનિયામાં હજુ પણ માનવતા જીવંત છે. કે.એલ.રાહુલની આ વાત જાણીને દરેક લોકો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો તેમના વખાણ કરતાં થાકતા નથી.

કે.એલ.રાહુલના આ સારું કામ ચારેબાજુ ચર્ચાનો વિષય બની ગયું છે. લોકો અને દીકરાના માતા પિતા કે.એલ.રાહુલનો ખૂબ જ આભાર માની રહ્યા છે. 11 ના આ દીકરાને એક દુર્લભ બિમારી છે. દીકરાને બીમારીથી દૂર કરવા માટે તેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ની ખૂબ જ જરૂર હતી.

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 31 લાખ રૂપિયાની જરૂર હતી. બીમાર દીકરાના માતા-પિતા પાસે એટલા રૂપિયા ન હતા કે જે પોતાના દીકરાની સારવાર કરાવી શકે. આ દીકરાનું નામ વારથ છે.

આ દીકરાની સારવાર માટે તેના માતાપિતા 35 લાખ રૂપિયા ભેગા કરી રહ્યા હતા. જ્યારે આ વાતની જાણ ઇન્ડિયન ક્રિકેટર કે.એલ.રાહુલને થઈ ત્યારે તેઓ તરત જ મદદ માટે સામે આવ્યા હતા. અને દીકરા નો જીવ બચાવવા માટે તેમને 31 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.