ભારત ના પ્રખ્યાત કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ થી સન્માનિત પંડિત બિરજુ મહારાજ નું 83 વર્ષની ઉંમરે નિધન

0
26

પદ્મ વિભૂષણ થી સન્માનિત કથક સ્માર્ટ પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગત રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બિરજુ મહારાજના નિધનની માહિતી તેમના પૌત્ર સ્વરાંસ મિશ્રાએ સોશિયલ મીડિયા ના માધ્યમ થી આપી હતી.સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કથક માટે પ્રખ્યાત પદ્મ વિભૂષણ પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે.

પદ્મ વિભૂષણ બિરજુ મહારાજે રવિવાર ની મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. પંડિત બિરજુ મહારાજના મૃત્યુની માહિતી તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી હતી.

માહિતી મળતા જ ગાયક અદનાન સામીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.કથક સમ્રાટ બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનઉંમાં થયો હતો. બિરજુ મહારાજનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્રા હતું.

કથક કરવાની સાથે તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા.કથક સમ્રાટ બિરજુ મહારાજને વર્ષ 1983માં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કાર ઉપરાંત બિરજુ મહારાજને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે.

આ સિવાય વર્ષ 2012માં ફિલ્મ વિશ્વરૂપમમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે તેમને નેશનલ ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, વર્ષ 2016 માં, બાજીરાવ મસ્તાનીના ગીત મોહે રંગ દે લાલની કોરિયોગ્રાફી માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. બિરજુ મહારાજે માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ જેવી ઘણી ફિલ્મી હસ્તીઓની કોરિયોગ્રાફી કરી હતી.